એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)ની આત્મહત્યા કેસની તપાસ કરી રહેલી CBIએ આત્મહત્યા માટે ઉક્સાવવાની આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની શુક્રવારે મુંબઇમાં 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. આ સાથે જ CBI રિયાની આજે પૂછપરછ કરશે. આ વચ્ચે સૂત્રોનાં હવાલાથી મળતી માહિતી મુજબ, CBI રિયા ચક્રવર્તીનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવી શકે છે. રિયા સાથે થયેલી પૂછપરછમાં અત્યાર સુધી ઘણાં વિરોધાભાસ સામે આવ્યાં છે. એવામાં પોલીગ્રાફ ટેસ્ટ (લાઇ ડિટેક્ટર ટેસ્ટ)થી માલૂમ થશે કે રિયા ક્યારે જુઠ્ઠુ બોલી રહી છે.
શુક્રવારે મુંબઇમાં CBI સામે પહેલી વખત રિયા રજૂ થઇ હતી. રાત્રે નવ વાગ્યા બાદ સાંતાક્રૂઝમાં DRDOનાં ગેસ્ટ હાઉસમાંથી તે રવાના થઇ હતી. રિયાએ પહેલાં સુશાંતનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાની અને મેનેજર સૈમ્યુઅલ મિરાંડા પણ શુક્રવારે CBIની પૂછપરછ માટે DRDOનાં ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતાં.
રિયાએ શુક્રવારે સવારે 10.40 વાગ્યે DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચવાં ઘરેથી નીકળી હતી અને જ્યાં CBIની ટીમ રોકાઇ હતી ત્યાં તે પહોંચી હતી જે બાદ ત્યાંથી તે રાત્રે 9 વાગ્યે પોતાનાં ઘરે જવાં રવાના થઇ હતી.
Maharashtra: Sandip Shridhar, #SushantSinghRajput's Chartered Accountant arrives at the DRDO guest house in Mumbai, where the CBI team investigating the actor's death case is staying. pic.twitter.com/MdUir4vguE
-CBIએ બીજા દિવસે પણ રિયાની કરી પૂછપરછ, શનિવારે બપોરે દોઢ વાગ્યા બાદ CBIની ઓફિસ પહોંચી રિયા ચક્રવર્તી
બાન્દ્રા વાળા ઘરમાં ભૂત પ્રેતની કરી હતી વાત- સુશાંત સિંહ રાજપૂત પહેલાં બાન્દ્રાનાં જે કેપેરી હાઇટ્સમાં રહેતો હતો ત્યાં ભૂત પ્રેત હોવાની વાત થઇ હતી જે બાદ તેઓ થોડા સમય માટે હોટલમાં રહેવા આવ્યો હતો. જ્યારે સુશાંતનાં પરિવારનો આ આરોપ છે કે વોટરસ્ટોન હોટલમાં ગયા બાદથી જ તેને પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. એવામાં મોટો સવાલ એ છે કે, સુશાંત આ હોટલમાં કેમ રોકાયો હતો, કોના કહેવા પર રોકાયો હતો અને તેનાં ફ્લેટમાં ભૂત પ્રેતની જે વાતો બહાર આવી છે તેમાં કેટલું સત્ય છે. CBI આ મામલે હોટલનાં સ્ટાફનાં નિવેદન લઇ ચૂકી છે. અને આ એંગલથી પણ કેસની તપાસ આગળ વધી રહી છે.
-મુંબઇ પોલીસનાં DCP અભિષેક ત્રિમુખે કોરોના પોઝિટિવ આવ્યાં છે. કહેવાય છે કે, તેમનો સંપૂર્ણ પરિવાર કોરોનાની ચપેટમાં છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ત્રિમુખે પહેલાં મુંબઇ પોલીસ તરફથી તપાસ કરી રહ્યાં હતાં. શરૂઆથની તપાસ દરમિયાન CBI અધિકારીઓ સાથે તેમની ઘણી વખત મુલાકાત થઇ હતી. આ અહમ કેસમાં CBI તેમની ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે.
-મુંબઇ પોલીસ અધિકારીઓ અનુસાર જ્યારે પણ રિયા ચક્રવર્તી ઘરેથી પૂછપરછ માટે CBI પાસે DRDOનાં ગેસ્ટ હાઉસ જશે ત્યારે મુંબઇ પોલીસ તેને પ્રોટેક્શન આપશે. એવું CBIનાં આગ્રહ પર કરવામાં આવી રહ્યું છે.
-સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની, તેમનો કૂક નિરજ સિંઘ અને સુશાંતનાં સ્ટાફ મેમ્બર કેશવ DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે.
Mumbai: Siddharth Pithani (#Sushant's friend), Neeraj Singh (who was working as a cook at Sushant's residence) & Keshav Bachner (who was a member of Sushant's staff) arrive at DRDO guest house where CBI team probing the case is staying. pic.twitter.com/nHPinV9tSj
-સુશાંત મામલે પૂછપરછ કરવા CBIએ રિયાને ફરી વખત હાજર રહેવાનાં આદેશ આપ્યા છે.
સુશાંતે રિયા પાછળ કર્યો કરોડોનો ખર્ચો- સુશાંત સિંહ રાજપૂતનાં બેંક અકાઉન્ટથી થનારા નાણાની લેવડ દેવડનાં સ્વતંત્ર વિશ્લેષણ કરી રહેલી દિલ્હીની નમ્રતા કનોડિયાએ જણાવ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં એક બેંક ખાતાથી ગત 10 મહિનામાં 4.5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ પૈસા ફરવામાં, આરામદાયક જીવન જીવવામાં, દાન અને આધ્યાત્મિક ગતિવિધિઓ પર ખર્ચાં પાછળ કરવામાં આવ્યો હતો. અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, આ ખર્ચામાં સૌથી મોટો હિસ્સો રિયા ચક્રવર્તી અને તેનાં ભાઇ શૌવિક ચક્રવર્તી પર કરવામાં આવ્યો છે.
સારા અને ખાસ મિત્રો સાથે 3 દિવસ માટે બેંગકોક ગયો હતો સુશાંત સાબિર અહમદે આ ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ ટ્રિપ પર 7 લોકો હતાં, સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન, સિદ્ધાર્થ ગુપ્તા, કુશલ ઝવેરી, અબ્બાસ, સુશાંતનાં બોડીગાર્ડ મુસ્તાક અને પોતે સાબિર અહમદ. તેમણે કહ્યું કે, સુશાંતની તેમનાં PROટીમ અને એક્ટ્રેસ સારા અલી ખાન સાથે એક ટ્રિપ થઇ હતી. જેમાં બે લોકો અન્ય શામેલ હતાં જેમાં એક હું અને એક તેમનો બોડીગાર્ડ મુસ્તાક હતાં.
આ ટ્રિપનો ઉલ્લેખ કરતાં સાબિર અહમદે કહ્યું કે, તે ઘણી જ લક્ઝુરિયસ ટ્રિપ હતી. ડિસેમ્બર 2018માં તમામ લોકો બેંગકોકની ટ્રિપમાં એક પ્રાઇવેટ જેટથી ગયા હતાં. ટ્રિપ અંગે સાબિર અહમદે કહ્યું કે, તે ત્રણ દિવસ માટે સુશાંત સિંહ રાજૂપત અને સારા અલી ખાન સાથે હોટલમાં હતાં. પહેલાં દિવસે બધા જ લોકો બિચ પર ગયા હતાં. જે બાદ બાકી તમામ લોકો બેંગકોક ફરવા ગયા હતાં જ્યારે સારા અને સુશાંત હોટલમાં જ હતાં.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર