બિહાર DGP બોલ્યા- સુશાંત કેસની તપાસ માટે મુંબઇ ગયેલા IPSને ક્વૉરન્ટીનનાં નામે હાઉસ અરેસ્ટ કરાયા

News18 Gujarati
Updated: August 4, 2020, 4:50 PM IST
બિહાર DGP બોલ્યા- સુશાંત કેસની તપાસ માટે મુંબઇ ગયેલા IPSને  ક્વૉરન્ટીનનાં નામે હાઉસ અરેસ્ટ કરાયા
સુશાંત કેસમાં બિહારનાં DGPનું નિવેદન (ફાઇલ ફોટો)

બિહાર DGPએ અહી સુધી આરોપો લગાવ્યા કે ક્વૉરન્ટીનનાં નામે મુંબઇ પોલીસે એક IPS અધિકારીને હાઉસ અરેસ્ટ (House Arrest) કર્યા છે.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન મામલે એક્ટરનાં પિતાએ હાલમાં જ બિહારનાં પટનામાં ફરિયાદ દાખલ કરાવી હતી. FIR દાખલ થતયા બાદ મામલાની તપાસ માટે બિહાર પોલીસની ટીમ મુંબઇ આવી છે. હાલમાં બિહાર પોલીસની ટીમનાં IPS અધિકારી વિનય તિવારી (IPS Vinay Tiwari) પણ કેસની તપાસ માટે મુંબઇ પહોચ્યા છે. જેમને મુંબઇમાં ક્વૉરન્ટીનકરવામાં આવ્યાં છે. વિનય તિવારીને ક્વૉરન્ટીન કર્યા બાદ બિહાર પોલિસનાં IGP ગુપ્તેશ્વર પાંડેએ આ વાત પર નારાજગી દર્શાવી છે. બિહાર DGPએ અહી સુધી આરોપ લગાવ્યા છે કે, કોરંટાઇનનાં નામે મુંબઇ પોલીસે એક IPS અધિકારીને હાઉસ અરેસ્ટ (House Arrest) કર્યા છે. બિહાર ડીજીપીએ અહીં સુધી કહ્યું કે, મુંબઇ પોલીસ રિયા ચક્રવ્રતીની ભાષા બોલે છે. ગુપ્તેશ્વર પાંડેય (Gupteshwar Pandey) મુજબ, મુંબઇ પોલીસ આ મામલે બિહાર પોલીસને જરાં પણ સહયોગ નથી કરી રહી.બિહારનાં DGP મુજબ, 'IPS અધિકારીની એક ગરિમા હોય છે મુંબઇ પોલીસ આ કામ દ્વારા તેમનાં જૂનિયર અધિકારીઓને શું સંદેશ આપવા ઇચ્છે છે. એક IPS અધિકારીને હાઉસ અરેસ્ટ કરી લેવામાં આવે છે. થોડા દિવસ પહેલાં બિહાર પોલીસ ઓફિસરને ધક્કા મારીને કેદીની વેનમાં બેસાડવામાં આવે છે. મે મીડિયામાં મુંબઇ પોલીસની ઇજ્જત બચાવવા કહ્યું કે, આવું કંઇ થયુ નથી. પણ એવું થયુ હતું. કારણ કે તે દ્રશ્ય સૌ કોઇએ જોયુ છે. મુંબઇમાં હવે તો સ્થિતિ એવી થઇ ગઇ છે કે, જો હું પણ જવું તો મુંબઇ પોલીસ મને પણ હાઉસ અરેસ્ટ કરી લેશે.'આ પણ વાંચો-SSR Case: 4 વર્ષમાં સુશાંતનાં ખાતામાંથી રૂ. 50 કરોડ ઉપડ્યાં, ક્યાં ગયા રૂપિયા?

તેમણે વધુમાં કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાદથી મે ઘણી વખત મુંબઇ પોલીસનાં વડા સાથે વાત કરવાનો પ્રયાસ કરી ચુક્યો છું, જોકે, એક વખત પણ તેમને મારો ફોન રિસીવ કર્યો નથી ન તો મારા કોઇ મેસેજનો જવાબ આપ્યો છે. જે દિવસે સુશાંતનું શવ તેનાં રૂમમાં મળ્યુ હતું. તેનાં બીજા દિવસે મે મુંબઇનાં પોલીસ કમિશ્નર પરમવીર સિંહને કોલ કર્યો હતો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ ન તો તેમણે મારો કોલ રિસીવ કર્યો કે ન તો કોલબેક કર્યું. એટલું જ નહીં મે જ્યારે તેમને વ્હોટ્સએપ મેસેજ કર્યો તો તેમણે તેનો પણ મને જવાબ આપ્યો ન હતો.
Published by: Margi Pandya
First published: August 4, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading