સુશાંત સિંઘ કેસ: એક પગલું આગળ વધી CBI તપાસની માંગ, PMOએ સ્વીકાર્યો સ્વામીનો પત્ર

સુશાંત સિંઘ રાજપૂત (ફાઇલ ફોટો)

સુશાંત સિંઘ રાજપૂત (Sushant Singh Rajput)ની કથિત આત્મહત્યાની CBI તપાસની માંગણી એક પગલું આગળ વધી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતનાં (Sushant Singh Rajput) કથિત આત્મહત્યા કેસની સીબીઆઇ તપાસની (CBI Investigation) માંગણી એક પગલું આગળ વધી છે. ભાજપનાં રાજ્યસભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) સુશાંતનાં કેસની CBI તપાસ પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (Narendra Modi) પત્ર લખ્યો હતો. આ પત્રને પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા રિસીવ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, સુશાંત કેસની CBI તપાસની માંગણી જોર પકડતી જઇ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક કલાકાર અને ફેન્સ સતત સુશાંત સિંઘ રાજપૂતની કથિત આત્મહત્યાને CBI તપાસની માંગણી કરી રહ્યાં છે .

  CBI તપાસ માટે જરૂરી તથ્ય એકત્ર કરવાની જવાબદારી સ્વામીએ વકિલ ઇશકરણ સિંહ ભંડારીને સોંપી હતી. ઇશકરણ સિંહ ભંડારીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા સુશાંત સિંઘ રાજપૂતનાં કેસની CBI તપાસ માટે લખવામાં આવેલો પત્ર સ્વીકારી લેવામાં આવ્યો છે. તેણે બીજી ટ્વિટમાં પત્રની ફોટો કોપી શેર કરી છે.  ટીવી અને ફિલ્મોનાં ફેમસ એક્ટર શેખર કપૂરે તો તેની CBI તપાસ માટે એક મુહિમ ચલાવી છે. તેમની મુહિમનાં સમર્થનમાં ભાજપ સાંસદ રૂપા ગાંગુલી પણ છે. સુશાંતની કથિત આત્મહત્યા બાદ બોલિવૂડમાં નેપોટિઝમ પર અત્યાર સુધીની સૌથી વિવાદાસ્પદ ચર્ચા થઇ રહી છે.

  આ હેઠળ ભાઇ-ભત્રીજાવાદ, બહારનો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં મોટા પરિવારનો કે કોઇ ગોડફાધર સાથે જોડાયેલો કે ગોડફાધર વગર જ સંઘર્ષ કરીને આવનાર.. જેવાં નામ ઉપનામની ચર્ચાઓ થઇ રહી છે. આવા સવાલ અભિનવ સિંહ કશ્યપ, શેખર કપૂર, કંગના રનૌટ, કોએના મિત્રા, અનુભવ સિન્હા નિર્માતા નિખિલ દ્વિવેદની સાથે સાથે હેર સ્ટાઇલિસ્ટ સપના મોતી ભવનાની અને રમત જગતની બબીતા ફોગાટ જેવા તમામ લોકો ઉઠાવી રહ્યાં છે.

  આ પણ વાંચો- સુશાંત સિંઘ રાજપૂતની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા' માટે નવાઝુદ્દીનની ખાસ અપીલ

  આપને જણાવી દઇએ કે, 14 જૂનનાં સુશાંત સિંઘ રાજપૂતની લાશ તેનાં બાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાંથી મળી આવી હતી. આ મામલે હાલમાં મુંબઇ પોલીસ તાપસ હાથ ધરી રહી છે.
  Published by:Margi Pandya
  First published: