સુશાંત સિંઘ રાજપૂત કેસ: ટેલેન્ટ મેનેજર રેશમા શેટ્ટીની પોલીસે કરી 5 કલાક પૂછપરછ

News18 Gujarati
Updated: July 11, 2020, 2:52 PM IST
સુશાંત સિંઘ રાજપૂત કેસ: ટેલેન્ટ મેનેજર રેશમા શેટ્ટીની પોલીસે કરી 5 કલાક પૂછપરછ
સશાંત સિંઘ રાજપૂત, ફાઇલ ફોટો

  • Share this:
આશિષ શાહ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં આત્મહત્યાનાં કેસને ઉકેલવા માટે પોલીસ સતત ઘણાં બધાની પૂછપરછ કરી રહી છે. આ મામલે પોલીસે શેખર કપૂર અને સંજય લીલા ભણસાળીની પૂછપરછ કરી છે. હવે આ મામલે બોલિવૂડની પ્રમુખ ટેલેન્ટ મેનેજર્સમાંથી એક રેશમા શેટ્ટી (Reshma Shetty)ની પૂછપરછ થઇ છે. આ પૂછપરછ પાંચ કલાક ચાલી હતી. સૂત્રોની માનીયે તો, આ દરમિયાન પોલીસે તેને સલમાનની સાથે સુશાંતનાં વિવાદ અને બોલિવૂડમાંથી તેને બોયકોટ કરવા અંગે સવાલ કર્યા હતાં.

રેશમા શેટ્ટી બોલિવૂડનાં ઘણાં દિગ્ગજ કલાકાર સાથે કામ કરી ચૂકી છે. તેણે સલમાનખાન, અક્ષય કુમાર અને આલિયા ભટ્ટની સાથે કામ કર્યું છે. સુશાંત સિંઘ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને ઉકેલવા માટે પોલીસે રેશમાની પૂછપરછ કરી હતી.

આ પણ વાંચો- સુશાંતનાં નિધન પર રૂપા ગાંગુલીએ 30 ટ્વિટ કરી ફરી ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો-તારક મેહતા..ની શૂટિંગ ટૂંક સમયમાં થશે શરૂ, હાલમાં મેકર્સે કર્યુ મોક શૂટ

સુશાંતનાં નિધન બાદથી સોશિયલ મીડિયા પર ચાલતી વાતોનાં આધારે પોલીસે રેશમાને સવાલ કર્યા હતાં આ દરમિયાન પોલાસે તેને સુશાંત સાથે તેની મુલાકાત અંગે પણ સવાલ કર્યા હતાં. પોલીસનાં સવાલનાં જવાબો આપતાં રેશમાએ જણાવ્યું હતું કે, સુશાંતની સાથે ફક્ત બે વખત મળી છે. તેણે પોલીસને કહ્યું કે, સોશિયલ મીડિયા પર સુશાંતને બોયકોટ અંગે સવાલ થઇ રહ્યાં છે માત્ર એક અફવા છે.
Published by: Margi Pandya
First published: July 11, 2020, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading