Home /News /entertainment /SSR Case: એમ્બ્યુલન્સ અટેન્ડન્ટનો ખુલાસો, સુશાંતનું શરીર પીળુ પડી ગયુ હતું, હતાં ઇજાનાં નિશાન

SSR Case: એમ્બ્યુલન્સ અટેન્ડન્ટનો ખુલાસો, સુશાંતનું શરીર પીળુ પડી ગયુ હતું, હતાં ઇજાનાં નિશાન

સુશાંત સિંહ રાજપૂત

સુશાંતનું શરીર પીળુ પડી ગયુ હતું અને તેનાં પગ જ માત્ર વળેલા હતાં. એટલું જ નહીં તેનાં શરી પર ઇજાનાં નિશાન પણ હતાં. તેનાં ગળા પરનાં નિશાન અંગે પણ શંકા ઉદ્ભવી હતી.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂતના મામલે દરરોજ નવાં નવાં ખુલાસા સામે આવી રહ્યાં છે. હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં તેનો મૃતદેહ લઇ જનારી એમ્બ્યુલન્સનાં એક અટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે જે મુજબ તેનાં પર પોલીસનું દબાણ હોવાને કારણે તે આ કેસમાં અત્યાર સુધી ચૂપ હતો. તેને કહ્યું કે, તે જ્યારે સુશાંતનો મૃતદેહ લેવાં તેનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે જે હાલતમાં હતો તે જોઇને લાગતું ન હતું કે તેણે આત્મહત્યા કરી હોય.

    અટેન્ડન્ટે મૃતદેહની સ્થિતિ અંગે વિગતવાર વાત કરી હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પ્રમાણે, તેણે તેનાં અનુભવ પ્રમાણે જણાવ્યું કે, સુશાંતનું શરીર પીળુ પડી ગયુ હતું અને તેનાં પગ જ માત્ર વળેલા હતાં. એટલું જ નહીં તેનાં શરી પર ઇજાનાં નિશાન પણ હતાં. તેનાં ગળા પરનાં નિશાન અંગે પણ શંકા ઉદ્ભવી હતી.

    આ પણ વાંચો- SSR Case: સુશાંત જોડે ઝઘડા બાદ રિયાએ 8-13 જૂને મહેશ ભટ્ટ સાથે કરી હતી 16 વખત વાત

    સુશાંતનાં કેસમાં એવી પણ વાતો છે કે, સુશાંતે જે પંખા પર લટકીને આત્મહત્યા કરી તે અને તેનાં ડબલ બેડ વચ્ચેનું અંતર પણ સામાન્ય હતું. આવી સ્થિતિમાં તે ફાંસી કેવી રીતે લગાવી શકે. એટલું જ નહીં તેનો પંખો જરાં પણ નમેલો ન હતો. જ્યારે પંખા અને બેડ વચ્ચે સામાન્ય અંતર હતું તો તેનાં પગ પર ઇજા કેવી રીતે થઇ શકે.

    આ પણ વાંચો- SSR Case: સુપ્રીમે નિર્ણય સુરક્ષિત રાખ્યો, ગુરૂવાર સુધી બંને પક્ષનો લેખિતમાં જવાબ માંગ્યો
    આ પણ વાંચો- SSR Case: પૂછપરછ માટે EDની ઓફિસ પહોંચી સુશાંતની બહેન મીતૂ સિંહ

    જોકે, ફોરેન્સિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતના ગળા પર જે નિશાન છે તે કપડાનું જ છે. જેનાથી તેણે ફાંસી લગાવી હતી. આ સમાચાર પછી ઘણા ફેન્સે પણ આ મુદ્દા પર તેમના મંતવ્યો શેર કર્યા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Sushant singh rajput case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन