Home /News /entertainment /

Sushant Singh Rajput Birthday: સુશાંત સિંહના આ 7 પાત્રો અદ્ભુત, જુઓ તેની શ્રેષ્ઠ ફિલ્મો

Sushant Singh Rajput Birthday: સુશાંત સિંહના આ 7 પાત્રો અદ્ભુત, જુઓ તેની શ્રેષ્ઠ ફિલ્મો

સુશાંત સિંહ રાજપૂત જન્મદિવસ

Sushant Singh Rajput Birthday : સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો જન્મ 21 જાન્યુઆરી, 1986ના રોજ પટના (Patna)માં થયો હતો. સુશાંતનુ મૃત્યુ મુંબઈ (Mumbai) ખાતે 14 જૂન, 2020માં થયું હતું

    Sushant Singh Rajput Birthday : બોલિવૂડ (Bollywood)ના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો જન્મ 21 જાન્યુઆરી, 1986ના રોજ પટના (Patna)માં થયો હતો. સુશાંતનુ મૃત્યુ મુંબઈ (Mumbai) ખાતે 14 જૂન, 2020માં થયું હતું. આ બોલીવુડનો એ સ્ટાર છે, જેણે સફળતાનાં શિખરે ચડતા જ મોતને વ્હાલું કરી લીધું હતું. પરંતુ તેની ફેન્સ આજે પણ લાખોની સંખ્યામાં છે. સુશાંતે પોતાના કરિયર (Career)ની શરૂઆત ટીવી ઈન્ડસ્ટ્રીથી કરી હતી. જ્યાં તેણે પવિત્ર રિશ્તા, કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવી સિરિયલો કરી હતી. જે બાદ તેણે ફિલ્મ 'કાઈ પો છે'થી બૉલીવુડ ફિલ્મો (Films)માં ડેબ્યૂ કર્યું હતું. જે પછી સુશાંતે એમએસ ધોની, કેદારનાથ જેવી ઘણી હિટ ફિલ્મો કરી. ફિલ્મ એમએસ ધોનીએ તેની કારકિર્દીનો ગ્રાફ ઊંચો કરી દીધો અને તેની ફેન ફોલોઈંગમાં રાતોરાત ઉછાળો જોવા મળ્યો હતો. આવો જાણીએ તેની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો વિશે.

    કાઈ પો છે

    સુશાંત સિંહ રાજપૂતે ફિલ્મ 'કાઈ પો છે'થી બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. જે તેના માટે ખૂબ જ ખાસ સાબિત થયું. આ ફિલ્મ વર્ષ 2013માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ત્રણ યુવાનો પર આધારિત હતી. આ ફિલ્મમાં સુશાંતનું પાત્ર એક છોકરાનું હતું જેને રમતગમત પ્રત્યે ઘણો રસ હતો. તેની ફિલ્મમાં સુશાંતના પાત્રના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં લોકોએ તેને ઘણો પ્રેમ આપ્યો હતો.

    શુદ્ધ દેસી રોમાંસ

    સુશાંતની 'શુદ્ધ દેસી રોમાંસ' ફિલ્મ પણ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી. આ તેની બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી વાણી કપૂર અને પરિણીતી ચોપડાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મમાં સુશાંતે એક રોમેન્ટિક છોકરાની ભૂમિકા ભજવી હતી. જોકે, મોટા પડદા પર આ ફિલ્મની ખાસ અસર જોવા મળી ન હતી, પરંતુ સુશાંતની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ હતી.

    રાબ્તા

    9 જૂન 2017ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ રાબતા દક્ષિણ ભારતીય રિમેક ફિલ્મ હતી. જેમાં સુશાંત સિંહ રાજપૂતની સાથે અભિનેત્રી કૃતિ સેનને પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2 જન્મો પર આધારિત છે. જ્યાં બે લોકો પાછલા જન્મથી આ જન્મ સુધી સંબંધમાં બંધાયેલા છે. જોકે, 'શુદ્ધ દેસી રોમાંસ'ની જેમ સુશાંતની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

    એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી

    પૂર્વ ભારતીય ક્રિકેટર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મ સુશાંત સિંહ રાજપૂતની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. આ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંતે એમએસ ધોનીનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે દિશા પાટણી અને કિયારા અડવાણી પણ હતી. તેની આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મથી તેણે ઘણા લોકોના દિલ જીતવામાં સફળતા મેળવી.

    કેદારનાથ

    સુશાંતની ફિલ્મ કેદારનાથ વર્ષ 2018માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે બૉલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સારા અલી ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. સુશાંતના પાત્રની વાત કરીએ તો આ ફિલ્મમાં સુશાંતે મન્સૂર ખાનનું પાત્ર ભજવ્યું હતું. જેને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું.

    છિછોરે

    ફિલ્મ 'છિછોરે' સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પહેલા રિલીઝ થનારી તેની છેલ્લી ફિલ્મ હતી જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ તેને તેના પાત્ર માટે ચાહકો તરફથી ઘણું પ્રોત્સાહન મળ્યું. તેની ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. ફિલ્મ છિછોરે એવા પાંચ મિત્રો પર આધારિત હતી જેઓ તેમના જીવનને નિષ્ફળતામાંથી સફળતા તરફ લઈ જાય છે. આ ફિલ્મમાં સુશાંતે પિતાની ભૂમિકા ભજવી છે. જે તેના પુત્રને જીવનમાં હાર ન માનવાની પ્રેરણા આપે છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂર, વરુણ શર્મા પણ સુશાંતની સાથે જોવા મળ્યા હતા.

    દિલ બેચારા

    સુશાંત સિંહ રાજપૂતના ચાહકો માટે ખુબ જ ખાસ ફિલ્મ 'દિલ બેચારા' હતી. કારણ કે આ ફિલ્મ સુશાંતની છેલ્લી ફિલ્મ હતી. જે તેના મૃત્યુ પછી રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બાદ હવે સુશાંતના ચાહકો તેને ક્યારેય ફિલ્મોમાં જોઈ શકશે નહીં. 'દિલ બેચારા'માં સુશાંતની સાથે સંજના સાંઘીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ સંજનાની ડેબ્યુ ફિલ્મ હતી. દિલ બેચરા એ હોલીવુડ ફિલ્મ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની હિન્દી રિમેક હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Sushant singh rajput, Sushant singh rajput case, Sushant Singh Rajput Death, Sushant singh rajput suicide

    આગામી સમાચાર