Home /News /entertainment /સુશાંત સિંહની બર્થ એનિવર્સરી પર ક્યારેય ન જોયેલી તસવીર બહેન શ્વાતાએ શેર કરી, લખી ઈમોશનલ પોસ્ટ
સુશાંત સિંહની બર્થ એનિવર્સરી પર ક્યારેય ન જોયેલી તસવીર બહેન શ્વાતાએ શેર કરી, લખી ઈમોશનલ પોસ્ટ
સુશાંત સિંહની બર્થ એનિવર્સરી
sushant singh rajput- સુશાંતના 37મા જન્મદિવસ પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દિવંગત અભિનેતાની બે તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે પોતાના ભાઈ માટે ક્યૂટ અને ઈમોશનલ પોસ્ટ લખી છે.
મુંબઈ. આજે સુશાંત સિંહ રાજપૂતની બર્થ એનિવર્સરી છે. સુશાંતના 37મા જન્મદિવસ પર તેની બહેન શ્વેતા સિંહ કીર્તિએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા દિવંગત અભિનેતાની બે તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે પોતાના ભાઈ માટે ક્યૂટ અને ઈમોશનલ પોસ્ટ લખી છે. આ તસવીરોમાં સ્વર્ગસ્થ સુશાંત તેના ભાણીઓ સાથે બેડ પર રમતા જોઈ શકાય છે.
એક તસવીરમાં તેની ભાણીના ગાલ પર કિસ કરી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં સુશાંત પાઉટ બનાવતો જોવા મળી રહ્યો છે. સુશાંત પલંગ પર સૂતો છે. શ્વેતાની આ પોસ્ટ પર સુશાંતના ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.
શ્વેતા સિંહ કીર્તિએ તસવીરો શેર કરીને લખ્યું, “હેપ્પી બર્થડે મારા ક્યૂટ સા સ્વીટ સા ભાઈ…. તમે જ્યાં પણ હો, હંમેશાં ખુશ રહો. (મને મહેસૂસ થાય છે કે તમે કૈલાસમાં શિવજી સાથે હશો.) અમે તમને અનંત પ્રેમ કરીએ છીએ. અનંત શક્તિ સુધી. જ્યારે પણ તમે નીચે જોશો ત્યારે તમને ખબર પડશે કે તમને કેટલો જાદુ કર્યો છે. તમે ઘણા સુશાંતને જન્મ આપ્યો છે. મારા બાળકો, અને મને તારા પર ગર્વ છે અને હંમેશાં રહેશે. #sushantday #sushantmoon.”
સુશાંતના ફેન્સ શ્વેતાની આ પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેમના પ્રિય દિવંગત સ્ટારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હેપ્પી બર્થડે લેજેન્ડ... ભગવાન બધું જોઈ રહ્યો છે."
અન્ય એક ફેન્સે કોમેન્ટમાં લખ્યું, “તે ખૂબ જ સુંદર અને ભાવનાત્મક પોસ્ટ છે. સુશાંત સિંહ રાજપૂતના ચાહકોને જન્મદિવસની શુભેચ્છા. તમે અદ્ભુત જાદુ ફેલાવ્યો છે. આશા છે કે તમે શિવ શંભુ અને માતા અને ફઝની સાથે હશો. અન્ય એક ચાહકે ઘણા બઘા હાર્ટ અને ફૂલોવાળી ઈમોજીની સાથે લખ્યું, “હેપ્પી બર્થડે સુશાંત સિંહ રાજપૂત.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર