સુશાંતસિંહ રાજપૂતના અસ્થિનું પટના ખાતે ગંગા નદીમાં વિસર્જન

News18 Gujarati
Updated: June 18, 2020, 4:57 PM IST
સુશાંતસિંહ રાજપૂતના અસ્થિનું પટના ખાતે ગંગા નદીમાં વિસર્જન
ગંગામાં અસ્થિ વિસર્જન.

સુશાંતસિંહના અસ્થિનું વિસર્જન થઈ રહ્યાનું જાણીને તેના પ્રશંસકો ગંગા કિનારે એકઠા થઈ ગયા હતા.

  • Share this:
પટના : બોલિવૂડ (Bollywood)ના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના અસ્થિનું પટના ખાતે ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું છે. ગુરુવારે બપોરે પટનાના ગંગા ઘાટ પર સુશાંતસિંહ રાજપૂતના અસ્થિ લઈને તેના પરિવારના લોકો અને પંડિત આવી પહોંચ્યા હતા. જે બાદમાં પરિવારે એક હોડીમાં જઈને ગંગાના પાણીમાં અસ્થિ વિસર્જન વિધિ પૂર્ણ કરી હતી. સુશાંતના અસ્થિનું દીધા ગંગા ઘાટ ખાતે વિસર્જન કરાયું હતું, અહીં જ સુશાંતની માતાના અસ્થિનું વિસર્જન કરાયું હતું.

પિતાએ મુખાગ્નિ આપ્યો

સુશાંતના નિધન બાદ પટનાથી મુંબઈ પહોંચેલા તેના પિતા કે કે સિંહે મુખાગ્નિ આપ્યો હતો. જે બાદ બુધવારે પિતા સહિત પરિવારના અન્ય લોકો પટના પહોંચ્યા હતા. અસ્થિ વિસર્જન દરમિયાન સુશાંતસિંહની બંને બહેન પ્રિયંકા અને રાની સિંહ હોડી પર હાજર હતી.

સુશાંતના ચાહકો ગંગા ઘાટ પહોંચ્યા

સુશાંતસિંહના અસ્થિનું વિસર્જન થવાની વાત સાંભળીને તેના ચાહકો ગંગા ઘાટ પર એકઠા થઈ ગયા હતા. પરંતુ પોલીસ તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનાથી તેમના પરિવારને કોઈ જ પરેશાની ન થાય. આ પહેલા બુધવારે સુશાંતસિંહના પિતા અને તેની બહેન મુંબઈથી પટનાના રાજીવ નગર સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા.

પટનામાં જ શ્રાદ્ધકર્મ થશે 

સુશાંતના પરિવાર સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે તેનું શ્રાદ્ધકર્મ પટનામાં જ થશે. જોકે, એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે ગામ પૂર્ણિયામાં પણ તેનું શ્રાદ્ધ થઈ શકે છે. નોંધનીય છે કે રવિવારે મૂળ બિહારના બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. તેના નિધન બાદ આખા દેશમાં શૉકની લહેર છે, એટલું જ નહીં તેને ન્યાય અપાવવા માટે આખા દેશમાં માંગણી થઈ રહી છે.

ચિરાગ પાસવાને કરી તપાસની માંગ

બિહારમાં સુશાંતના પ્રશંસકો ઉપરાંત રાજકીય પક્ષોના નેતાઓ પણ તેને ન્યાય અપાવવાની માંગી કરી રહ્યા છે. આ કડીમાં બુધવારે લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ સીએમ નીતિશ કુમારને પત્ર લખીને કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે. પટનાના રસ્તાઓ પર પણ યુવાઓ સુશાંતને ન્યાય અપાવવાની માંગ સાથે ઉતરી આવ્યા હતા. સુશાંતને ન્યાય અપાવવા માટે સોશિયલ મીડિયા પર પણ ચળવળ ચાલી રહી છે.
First published: June 18, 2020, 4:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading