VIDEO: 'પવિત્ર રિશ્તા' માં ક્યારેય નહોતુ બતાવાયું સુશાંત- અંકિતાનું રોમેન્ટિક ગીત

VIDEO: 'પવિત્ર રિશ્તા' માં ક્યારેય નહોતુ બતાવાયું સુશાંત- અંકિતાનું રોમેન્ટિક ગીત
સુશાંત સિંઘ રાજપૂત અને અંકિતા લોખંડે (ફાઇલ ફોટો)

TV Show પવિત્ર રિશ્તામાં ક્યારેય રિલીઝ નહોતું થયુ સુશાંત-અંકિતાનું આ રોમેન્ટિક ગીત અત્યારે YouTube પર છે વાયરલ

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાનું દુઃખ ભુલાતું જ નથી. કોઈને પણ વિશ્વાસ નથી આવી રહ્યો કે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે અને તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમના ફેન્સ, પરિવાર અને મિત્રો તમામ આ વાતથી દુખી છે. દરેકને જાણવું છે કે આખરે સુશાંતે આ પગલું કેમ ભર્યું? તેને શું દુ:ખ હતું. મુંબઇ પોલીસ અત્યારે સુશાંત આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. આ સંબંધે પોલીસ અત્યાર સુધીમાં 32 લોકોની પૂછપરછ કરી ચૂકી છે.

    હાલમાં સુશાંત સાથે જોડાયેલાં જુના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ દ્વારા શેર કરવામાં આવે છે અને ખૂબ જ વાયરલ થઇ રહ્યાં છે ત્યારે હાલમાં સુશાંત અને અંકિતા વચ્ચે ટીવી શો 'પવિત્ર રિશ્તા' સમયે એક રોમેન્ટિક સોન્ગ ફિલ્માવવામાં આવ્યું હતું. જે તે સમયે શોમાં તો દર્શાવવામાં આવ્યું ન હતું. પણ તેનેઆ સોન્ગ ઝી મ્યૂઝિક દ્વારા વર્ષ 2018માં રિલીઝ કરવામાં આવ્યું હતું. હાલમાં આ રોમેન્ટિક સોન્ગ ખૂબજ વાયરલ થઇ રહ્યું છે.





    ઝી મ્યૂઝિક એન્ડ કંપની દ્વારા રિલીઝ કરાયેલું આ સોન્ગ યુટ્યૂબ પર છે જેનાં કમેન્ટ સેક્શનમાં સુશાંતને યાદ કરતી તેની યાદમાં રડતી ઘણી બધી વાતો લખવામાં આવી છે. આ વીડિયો 1 કરોડથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

    આ પણ વાંચો-પ્રભાસની નવી ફિલ્મ 'રાધેશ્યામ'નું પોસ્ટર રિલીઝ, પૂજા હેંગડે સાથે કરશે રોમેન્સ
    આ પણ વાંચો- Sushant Singh Case: સુબ્રમણ્યમ સ્વામીએ CBI તપાસ માટે નિયુક્ત કર્યા વકીલ

    આપને જણાવી દઇએ કે 14 જૂનનાં રોજ સુશાંતે તેનાં બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં આ કેસની તપાસ મુંબઇ પોલીસ કરી રહી છે પણ આ કેસ CBIને સોંપવામાં આવે તેવી માંગ ઉઠી છે તે સાથે જ ભાજપનાં સાંસદ સુભ્રમણ્યમ સ્વામીએ આ મામલે વકીલ રોક્યો છે જે આ કેસ CBIમાં સોંપવામાં આવે કે નહીં તે અંગે પૂરાવા એક્ઠા કરશે. અને બાદમાં જો સંપૂર્ણ પૂરાવા મળશે તો કેસની તપાસ CBIને સોંપવામાં આવશે.
    Published by:Margi Pandya
    First published:July 10, 2020, 12:44 pm