સુશાંતની પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં નહોતો લખ્યો ડેથ ટાઇમ, વકીલે ઉઠાવ્યાં ઘણાં સવાલ

News18 Gujarati
Updated: August 16, 2020, 8:44 AM IST
સુશાંતની પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં નહોતો લખ્યો ડેથ ટાઇમ, વકીલે ઉઠાવ્યાં ઘણાં સવાલ
સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપતનાં પિતાનાં વકીલ વિકાસે કહ્યું કે, મે સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિોપર્ટમાં જોઇ છે તેમાં મૃત્યુનાં સમયનો ઉલ્લેખ નથી કરેલો. જે એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) સુસાઇડ મામલે વકીલ વિકાસ સિંહ (Lawyer Vikas Singh) સતત રિયા ચક્રવર્તી અને મહારાષ્ટ્ર પોલીસ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. હવે વિકાસ સિંહે સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Post Mortem Report) પર સવાલ ઉઠાવ્યાં છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતાં સુશાંતનાં પિતાનાં વકીલે કહ્યું કે, 'મે સુશાંત સિંહ રાજપૂતની પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે મે જોઇ છે તેમાં મૃત્યુનાં સમયનો ઉલ્લેખ થયો નથી. જે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. શું તેને માર્યા બાદ ફાંસી આપવામાં આવી કે પછી તેની મોત ફાંસીથી જ થઇ છે..' આ તમામ વાતો મોતનો સમય સ્પષ્ટ થયા બાદ જ માલુમ પડી શકે છે.

આ પણ વાંચો- સુશાંતનાં ગયાનાં 2 મહીના બાદ સોશિયલ મીડિયા પર પરત આવ્યો કરન જોહર

આ પહેલાં સુશાંતનાં પરિવારનાં વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે, 'મારી ફરિયાદમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, મુંબઇ પોલીસ આ કેસમાં મળેલી છે. તે યોગ્ય રીતે તપાસ નથી કરી રહી. મને બિહારમાં FIR દાખલ કરવાનો પૂરો અધિકાર છે. મારી દીકરી ફક્ત 10 મિનિટનાં અંતરે રહે છે જ્યારે દરવાજો ખોલ્યો અને બોડી નીચે ઉતારી લેવાઇ.. તેમણે દરવાજો ખોલતા પહેલાં તાળુ તોડવાવાળાને પણ ત્યાંથી મોકલી દીધો હતો. શું આ તમામ વાતો શંકાસ્પદ નથી લાગતી?'

ફોરેન્સિક રિપોર્ટમાં થયો અહમ ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે ક્લીના ફોરેન્સિક લેબથી ટોક્સિકોલોજી, સાઇબર, લિજીચાર માર્ક ,નેલ સેંપલિંગ, સ્ટમક વોશ રિપોર્ટ આવી ગઇ છે. રિપોર્ટ મુજબ સુશાંતની બોડી પર એવું કંઇ નિશાન ન હતું જે તેની હત્યા થઇ હોવાની વાત પર ઇશારો કરતો હતો. નેલ સેમ્પલિંગ રિપોર્ટમાં કોઇ પ્રકારની ઝપાઝપી કે ખેંચતાણનાં નિશાન મળ્યાં નથી. જ્યારે તેનાં કપડા પર પડેલાં સફેદ રંગનાં ડાધા તેની સલાઇવાનાં હતાં જે આત્મહત્યા બાદ તેનાં મોમાં ફીણની જેમ નીકળ્યાં તાં. અને કપડાં પર ડ્રાય થઇ ગયા હતાં. રિપોર્ટ પ્રમાણે, આ કોઇ પ્રકારનાં હુમલાનાં નિશાન નથી.
Published by: Margi Pandya
First published: August 15, 2020, 6:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading