સુશાંતનાં પિતાનાં વકીલ વિકાસ સિંહે મુંબઇ પોલીસની તપાસ પર ઉઠાવ્યા સવાલ

ન્યૂઝ 18 સાથે વાતચીતમાં વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ (Vikas Singh)એ જણાવ્યું કે, બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નોકર સાથે પૂછપરછ કરી હતી. આ મામલે બિહારની ચાર સભ્યોની ટીમે અત્યાર સુધીમાં 10 લોકોની પૂછપરછ કરી લીધી છે.

ન્યૂઝ 18 સાથે વાતચીતમાં વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ (Vikas Singh)એ જણાવ્યું કે, બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નોકર સાથે પૂછપરછ કરી હતી. આ મામલે બિહારની ચાર સભ્યોની ટીમે અત્યાર સુધીમાં 10 લોકોની પૂછપરછ કરી લીધી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નાં નિધનને આશરે દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. સુશાંતનાં પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટાનાનાં રાજીવ નગર થાણામાં FIR નોંધાવી છે. આ કેસ બાદ દરરોજ નવાં નવાં ખુલાસા આવી રહ્યાં છે. કેકે સિંહે તેમનાં દીકરાને સુસાઇડ માટે ઉકસાવવા અને તેનાં પૈસા એઠવાનો આરોપ રિયા પર લગાવ્યોછે. આ ઉપરાંત અન્ય ઘણાં ગંભીર આરોપો પણ લગાવ્યા છે. જેની તપાસ બિહા પોલીસે શરૂ કરી છે. આ મામલે બિહાર પોલાસની ટીમે અત્યાર સુધીમાં 10 લોકોની પૂછપરછ કરી છે. સુશાંતનાં પિતાનાં વકીલ વિકાસ સિંહ (Vikas Singh)એ મુંબઇ પોલીસની તાપસ પર સવાલ ઉઠાવ્યા છે.

  ન્યૂઝ 18 સાથે વાતચીતમાં વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, બિહાર પોલીસે સુશાંત સિંહ રાજપૂતનાં નોકરની પૂછપરછ કરી. આ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, જે દિવસે સુશાંતનું નિધન થયુ હતું તેનાં એક દિવસ પહેલાં જ તેનાં ઘરે કોઇ પાર્ટી થઇ ન હતી. સુશાંતનાં નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે, 13 જૂનની રાત્રે જમ્યા બાદ સુશાંત તેમનાં બેડરૂમમાં જ હતો. 14 જૂનનાં પણ સુસાતં દરરોજની જેમ સવારે જલદી ઉઠી ગયો હતો. 13 તારીખનાં ન તો તે ક્યાંય બહાર ગયો હતો ન તો ઘરે કોઇ પાર્ટી થઇ હતી.

  આ પણ વાંચો- દયા ભાભી અને સોઢી બાદ હવે અંજલી ભાભી છોડી દેશે તારક મહેતા શો, આ છે કારણ

  વિકાસ સિંહે મુંબઇ પોલીસની તપાસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, મુંબઇ પોલીસ કઇ દિશામાં તપાસ કરી રહી છે. તેની જાણકારી તેમને નથી, તો પ્રવર્તન નિદેશાલય દ્વારા આ મામલામાં તપાસ પર પૂછવામાં આવેલાં સવાલમાં વિકાસ સિંહ દ્વારા કહેવામાં આવ્યું કે, આ અન્ય એજન્સીનાં તપાસનો વિષય છે જેનાં પર હાલમાં વાત કરવી યોગ્ય નથી.

  આ પણ વાંચો- હું ડંકાની ચોટ પર કહી શકુ છુ સુશાંત ડિપ્રેશનમાં ન હતો: અંકિતા લોખંડે
  આપને જણાવી દઇએ કે, સુશાંતનાં પિતાનાં વકીલ વિકાસ સિંહએ કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે, મુંબઇ પોલીસમાં કોઇ વ્યક્તિ રિયાની મદદ કરી રહ્યું છે, તેમને કહ્યું કે, જો તે શીર્ષ કોર્ટમાં પહોંચી છે તો તેણે CBI તપાસની અરજી દાખલ કરવી જોઇતી હતી. FIR પટનામાં દાખલ થઇ ગઇ છે હવે તેને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી મુંબઇમાં રહેવાની અને તપાસને સ્થાનાંતરિત કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, તેનાંથી વધુ શું પૂરાવા જોઇએ કે મુંબઇ પોલીસમાં કોઇ તેની મદદ કરે જ છે.

  ઇનપુટ- સુનીલ કુમાર
  Published by:Margi Pandya
  First published: