શૌવિક અને સેમ્યુઅલ NCBનાં ચાર દિવસનાં રિમાન્ડ હેઠળ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે સવારે જ રિયા ચક્રવર્તીનાં ઘરે રેડ પાડી હતી. જે બાદ મોડી રાત્રે તેણે રિયાનાં ભાઇ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતનાં મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે. બંનેએ NCBની ટીમની સામે ખુલાસો કર્યો છે જે બાદ લાગે છે કે હવેઆ મામલે ઘણાં બધાની ધરપકડ થઇ શકે છે.
મુંબઇ: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શુક્રવારે સવારે 6.30 વાગ્યે એક સાથે રિયા ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાન્ડાનાં ઘરે રેઇડ પાડી હતી. જે દરમિયાન રિયાનાં ઘરનાં ફર્નિચર, કબાટ અને મોબાઇલ ફોન તેમજ ગેજેટ્સની તપાસ કરી હતી. આ સાથે જ રિયા અને શૌવિકની ગાડીની પણ તપાસ થઇ હતી. આશરે 3.30 કલાક ચાલેલી કાર્યવાહી બાદ NCBની ટીમે શૌવિક અને મિરાંડાને તેમની સાથે પૂછપરછમાં લઇ ગયા હતાં. કહેવાય છે કે આ પૂછપરછમાં બંનેએ ઘણાં ખુલાસા કર્યા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, NCBની સામે શૌવિકે સ્વીકારી લીધુ છે કે, તે રિયા માટે ડ્રગ્સ લાવતો હતો. તો બીજી તરફ આ મામલે પકડાઇ ગયેલાં એક ડ્રગ પેડલર બસિતે પણ પહેલાં આ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે શૌવિકનાં ઘરે આવતો જતો હતો અને તેનાં માટે ડ્રગ્સ લાવતો હતો. શૌવિક અને બસિતની મુલાકાત એક ફૂટબોલ ક્લબમાં થઇ હતી. જે બાદ બંને વચ્ચે બોલિવૂડની પાર્ટીઓમાં ડ્રગ્સ પહોંચાડવા માટે ડિલ કરતાં હતાં. NCBએ મુંબઇની એક કોર્ટમાં જણાવ્યું હતં કે, સુશાંતની મોત મામલે ડ્રગ્સ કનેક્શનમાં ધરપકડમાં બાસિતે કહ્યું કે, તે શૌવિકનાં કહેવાં પર ડ્રગ્સ ખરીદતો હતો.
LIVE UPDATE
NCBનાં ડેપ્યુટી ડિરેક્ટર KPS મલ્હોત્રાએ કહ્યું કે, અત્યાર સુધી આ કેસમાં કોઇનાં વિરુદ્ધમાં કોઇ જ સમન્સ બજાવવામાં આવ્યાં નથી. જે પણ આ કેસનાં તપાસનાં દાયરામાં છે, તેમની તપાસ હાલમાં ચાલૂ છે.
As of now no summon has been issued against anybody in this case, beyond whoever are under investigation. We are investigating: KPS Malhotra, Deputy Director, Narcotics Control Bureau #SushanthSinghRajputCasepic.twitter.com/BCBcpQIulm
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) સુશાંતનાં મોત સાથે જોડાયેલાં માદક પદાર્થ મામલે ઘણી આંતરરાષ્ટ્રીય અને આંતરરાજકીય કડી હોવાની સ્થિતિની શોધમાં છે. એક અધિકારીએ શનિવારે આ વાત કરી હતી. અને શનિવારે જ આ અંગે જણાવ્યું કે, આ મામલે એક મોટી માછલીની શોધમાં છે. NCB સુશાંતની મોત મામલે માદક પદાર્થવાળા એંગલથી NDPS કાયદાની ક્રિમિનલ કલમો હેઠળ તપાસ કરી રહી છે. EDએ આ મામલે તેમની સાથે એક રિપોર્ટ પણ શેર કરી હતી. સુશાંતની પ્રેમિકા રિયા આ કેસમાં મુખ્ય આરોપી છે.
શોવિક અને સૈમ્યુઅલની ધરપકડ બાદ સુશાંતનાં રસોઇયાની પૂછપરછ કરશે NCB
કૈઝાન ઇબ્રાહિમનાં વકિલ અને NCBની ટીમ વચ્ચે વિવાદનો એક વીડિયો સામે આવ્યો છે. કૈઝાન ઇબ્રાહિમને મુંબઇની એક કોર્ટે 14 દિવસનાં ન્યાયિક અટકાયતમાં મોકલી દીધા છે.
મહારાષ્ટ્રનાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે શનિવારે કહ્યું કે, મુંબઇ પોલીસ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે CBIની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ની ટીમ મામલાની તપાસ કરી રહી છે. 20 ઓગસ્ટનાં જ મુંબઇમાં તેઓ છે. આ પહેલાં મામલાની તપાસ મુંબઇ પોલીસનાં હાથમાં હતી. દેશમુખનાં એક સવાલનાં જવાબમાં કહેવામાં આવ્યું છે કે, 'મુંબઇ પોલીસ CBIની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરી રહી છે અને હજુ તપાસ ચાલુ છે.' સુશાંત સિંહ રાજપૂત 12 જૂનનાં મુંબઇનાં બાન્દ્રા ખાતે તેનાં ઘરે મૃત મળી આવ્યો હતો. મુંબઇ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. બાદમાં આ તપાસ CBIને સોંપવામાં આવી છે.
મુંબઇ કિલા કોર્ટે ડ્રગ્સ મામલે શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાને ચાર દિવસ માટે NCBની કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટ પાસે NCBએ બંનેનાં 7 દિવસનાં રિમાંડ માંગ્યા હતાં પણ કોર્ટે ચાર દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. 9 સ્પટેમ્બર સુધી શૌવિક અને સૈમ્યુઅલ NCBનાં રિમાન્ડમાં રહેશે.
મુંબઇની કિલા કોર્ટમાં શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડાનાં રિમાંડ પર સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. કિલા કોર્ટમાં જજ નિર્ણય લખવાનું શરૂ કરી દીધુ છે. ટૂંક સમમયાં જ આ મામલાનો નિર્ણ આવશે.
રિયાની મુશ્કેલીઓ વધી- NCBની ટીમનો ગાળીયો રિયા ચક્રવર્તી પર કસાતો જઇ રહ્યો છે. સૂત્રો મુજબ, મની લોન્ડ્રિંગ (Money Laundering)ની તપાસ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીઓ રિયાનાં મોબાઇલથી NDPS એક્ટમાં આવનારા ડ્રગ્સની સપ્લાય, સેવન અને તેનાં ખરીદ વેચાણમાં રિયાનો મોટો ભાગ હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઇએ કે, તાપસ એજન્સીએ આ મામલાનાં મૂળ સુધી પહોંચવા માટે રિયાનાં ફોનનો ક્લોન તૈયાર કર્યો હતો. જેમાં ડ્રગ્સ સાથે જોડાયેલી તમામ માહિતી હતી.
આપને જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમને ભલે રિયાનાં ઘરમાંથી કંઇ પૂરાવા ન હાથ લાગ્યા હોય પણ આ મામલે રિયાની ધરપકડ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે NDPS કાયદા મુજબ આ જરૂરી નથી કે, કોઇ વ્યક્તિ કે આરોપીની પાસે ડ્રગ્સ મળે તો જ તેની ધરપકડ થઇ શકે કે સજા થઇ શકે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર