Home /News /entertainment /

SSR Case: CBI દ્વારા છેલ્લાં 7 કલાકથી રિયાનાં માતા-પિતાની પૂછપરછ ચાલૂ

SSR Case: CBI દ્વારા છેલ્લાં 7 કલાકથી રિયાનાં માતા-પિતાની પૂછપરછ ચાલૂ

સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તી (ફઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે CBIએ આજે ફરી એક વખત રિયા ચક્રવર્તીને DRDOનાં ગેસ્ટ હાઉસ પર બોલાવી છે.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે હવે CBI, ED અને NCBની ટીમ તપાસમાં લાગી ગઇ છે. સુશાંત મામલે CBIની તપાસનો આજે 12મો દિવસ છે. અત્યાર સુધીની ખબર મુજબ, આજે ફરી એક વખત રિાયની પૂછપરછ થશે. અત્યાર સુધીમાં CBIની ટીમે શૌવિક ચક્રવર્તી, કૂક નીરજ, કેશવ અને સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરી છે. સોમવારે CBIએ રિયાની 9 કલાક પૂછપરછ કરી હતી.

    સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ રિયા પર છે. અત્યાર સુધીમાં રિયાની કૂલ 35 કલાકથી વધુ સમય સુધી પૂછ પરછ થઇ ગઇ છે. આ દરમિયાન રિયાને સુશાંત સાથેનાં સંબંધ, ફિલ્મો, ડ્રગ્સ અને તેનાં પૈસા અંગે વિવિધ સવાલ કરવામાં આવ્યા હતાં. રિયાની શુક્રવારે 10 કલાક, શનિવારે 7 કલાક, રવિવાર અને સોમવારે 9-9 કલાક પૂછપરછ થઇ હતી.

    સુશાંત કેસમાં 26 ઓગસ્ટનાં રોજ રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ ડ્રગ્સ મામલે કેસ દાખલ થયો જે બાદ NCBએ આપરાધિક મામલો દાખલ કરીને કેસ પોતાનાં હસ્તગત લીધો.

    LIVE UPDATES

    • સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ગત 7 કલાકથી CBIની ટીમ રિયા ચક્રવર્તીનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી અને ભાઇ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે


    • રિયા ચક્રવર્તી સાથે થયેલી પૂછપરછનાં આધારે ગોવાનાં હોટલ બિઝનેસનાંમાલિક ગૌરવ આર્યાનું નામ સામે આવ્યું હતું. જે બાદ ગૌરવ હવે મુંબઇ આવી ગયો છે અને આ મામલે તેનું નિવેદન દાખલ કરાવ્યું છે. 1 તારીખે ગૌરવ ફરી એક વખત પ્રવર્તન નિર્દેશાલયની મુંબઇ ઓફિસ પહોચ્યો હતો. (Image: Viral Bhayani)


     एक्‍टर सुशांत स‍िंह राजपूत के मौत के बाद उनके परिवार ने र‍िया चक्रवर्ती पर कई आरोप लगाते हुए एफआई आर की और रिया से हुई पूछताछ के बाद इस केस में ड्रग कनेक्‍शन सामने आया है. र‍िया चक्रवर्ती से हुई पूछताछ के आधार पर गोवा के होटल ब‍िजनेस के मालिक गौरव आर्या का नाम सामने आया और गौरव अब मुंबई में इस मामले में अपने बयान दर्ज करा रहे हैं. 1 तारीख को गौरव एक बार फिर प्रवर्तन न‍िदेशालय (ईडी) के मुंबई दफ्तर पहुंचे.  (Image: Viral Bhayani)

    • સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે આજે સૈમ્યુઅલ મિરાંડા અને સવેદ લોહિયાની પૂછપરછ થઇ રહી છે. ડ્રગ્સ મામલે સુવેદ લોહિયાનું નામ રિયા ચક્રવર્તી સાથે જોડાયેલું છે. સુવેદ લોહિયા આ સમયે EDઅને NCBની રડારમાં છે

    • સુશાંત સિંહ રાજપૂત કેસમાં પૂર્વ મેનેજર શ્રુતિ મોદીએ CBIને જણાવ્યું કે આ કેસમાં તેને કંઇ લેવા દેવા નતી. રિયા જ સુશાંતનાં પૈસા સાથે જોડાયેલાં તમામ નિર્ણય કરતી હતી અને તે જ સુશાંતને દવાઓ આપતી હતી.


    આ પણ વાંચો- PHOTOS: રિયાએ 8 જૂનનાં છોડ્યું સુશાંતનું ઘર, 12 જૂનનાં મેંગો કેકની સાથે કરી ઉજવણી

    • સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે CBIની ટીમે દિલ્હી અને મુંબઇનાં અધિકારીઓ સાથે રિવ્યૂ મીટિંગ કરી છે, આ મીટિંગ બાદથી સુશાંત મામલે રિયાનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી માતા સંધ્યા ચક્રવર્તી, ભાઇ શૌવિક ચક્રવર્તી, સુશાંતની પૂર્વ મેનેજ શ્રુતિ મોદી, સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની, કૂક નીરજ અને નોકર કેશવની પૂછપરછ ચાલૂ છે.

    • DRDOનાં ગેસ્ટ હાઉસમાં ગૌરવ આર્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.આ પણ વાંચો- SSR Case: સુશાંત કેસમાં નવો વળાંક, બહેનોને પહેલેથી જ હતી ભાઇની બીમારીની જાણકારી

    • સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીનાં માતા-પિતાની પૂછપરછ શરૂ કરી દીધી છે. ખબર છે કે DRDOનાં ગેસ્ટહાઉસમાં કૂક નીરજ, નોકર કેશવ અને ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની પણ પહોંચી ગયા છે.

    • સુશાંતની એક્સ મેનેજર શ્રુતી મોદી પણ DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ છે. તો ગૌરવ આર્યા પણ તેનાં વકીલની સાથે EDની ઓફિસ પહોંચી ગયો છે.આ પણ વાંચો- ફિલ્મ ટેક્નીશિયનનો દાવો- બોલિવૂડમાં ડ્રગ્સની લત, તેનાં વગર એક્ટિંગ નથી કરતાં એક્ટર્સ

    • સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે આજે રિયા ચક્રવર્તીનાં માતા-પિતાની CBI તપાસ થશે. મુંબઇ પોલીસની ટીમ તેમને લઇને DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગઇ છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: CBI investigation, Death of sushant singh rajput, Rhea Chakraborty, Sushant singh rajput case

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन