સુશાંત કેસ: રિયા ચક્રવર્તીએ દાખલ કરેલી FIR વિરુદ્ધ સુશાંતની બહેન પ્રિયંકાને SCએ ન આપી રાહત
સુશાંત કેસ: રિયા ચક્રવર્તીએ દાખલ કરેલી FIR વિરુદ્ધ સુશાંતની બહેન પ્રિયંકાને SCએ ન આપી રાહત
ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીએ દાખલ કરેલા કેસને રદ્દ કરવાની મનાઈ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે, રિયાએ સુશાંતની બહેનો પર ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન બદલીને સુશાંતને ખોટી દવાઓ આપવાનો આરોપ લગાવ્યો હતો
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતની (Sushant Sinh Rajput) બહેન પ્રિયંકાએ (priyanka) રિયા ચક્રવર્તીની (Rhea Chakraborty) FIR વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો (supreme court) દરવાજો ખટખટાવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જોકે, સુપ્રીમ કોર્ટે પ્રિયંકાની અરજીને ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીએ દાખલ કરેલા કેસને રદ્દ કરવાની મનાઈ ફરમાવી હતી. ઉલ્લેખનીય છે કે, રિયાએ સુશાંતની બહેનો પર ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન બદલીને સુશાંતને ખોટી દવાઓ આપવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ મામલે બોમ્બે હાઇકોર્ટે સુશાંતની એક બહેન મિતુ સિંહને રાહત આપી હતી. પરંતુ પ્રિયંકાના કેસને રદ્દ કરવાની મનાઈ ફરમાવી હતી.
બોમ્બે હાઇકોર્ટે પ્રિયંકા વિરુદ્ધ દાખલ થયેલા કેસને માન્ય રાખ્યા બાદ પ્રિયંકાએ SCમાં ગુહાર લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, રિયા ચક્રવર્તીએ 7 સપ્ટેમ્બર 2020ના રોજ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન ખાતે સુશાંતની બંને બહેનો મિતુ અને પ્રિયંકા વિરુદ્ધ FIR દાખલ કરી હતી. જેમાં રિયાએ બંને પર ષડયંત્ર રચવાનો અને સુશાંતને ખોટી દવાઓ આપવાનો આરોપ લગાવ્યો હતો.
મહત્વનું છે કે, સુશાંત સિંહની મોટ બાદ તેની તપાસ કેન્દ્રીય એજન્સીઓને સોંપાઈ હતી. હાલ પણ CBI, NCB અને ED આ કેસની તપાસમાં લાગેલી છે. તાજેતરમાં જ NCBએ સ્પેશ્યલ NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
જેમાં રિયા ચક્રવર્તી સહીત 33 લોકોને આરોપી બનાવાયા છે.ઉલ્લેખનીય છે કે એક્ટર સુશાંત સિંહ રાજપુતનું શવ 14 જૂન 2020ના રોજ તેના ઘરેથી પંખા સાથે લટકેલું મળી આવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર