SSR Case: રિયાએ કહ્યું કે, મારા પર લાગેલા આરોપો પાયા વિહોણા, આદિત્ય ઠાકરેને નથી ઓળખતી

રેહા ચક્રવર્તી (ફાઇલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત કેસ રિયા ચક્રવર્તીએ કહ્યું કે, આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને કોઇ જાણતું નથી અને ન તો તેને ક્યારેય મળી નથી. રિયાએ કહ્યું કે, તેણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ક્યારેય પૈસા નથી લીધા.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની મોતનાં મામલે આજે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ તેની ઉપર લાગેલા તમામ આરોપોને સંપૂર્ણ રીતે પાયા વિહોણા ગણાવ્યાં છે. રિયાનાં વકિલ સતીશ માને શિંદેએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર, રિયા પર લગાવેલાં આરોપો સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. રિયા આ તમામ મામલે બેખબર છે. રિયાએ અત્યાર સુધી ED અને મુંબઇ પોલીસ (Mumbai Police)ની સામે રજૂ થઇને દરેક સવાલોનાં જવાબ આપ્યા છે. જો કોઇ ત્રીજી એજન્સી આવશે તો પણ રિયા અને દરેક સવાલનાં જવાબ આપવા તૈયાર છું. રિયાએ કહ્યું કે, તે આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને નથી ઓળખતી અને ન તો તેને ક્યારેય મળે છે.

    રિયાએ કહ્યું કે, તેણે સુશાંત પાસે ક્યારેય પૈસા નથી લીધા, રિયાએ જણાવ્યું કે, મુંબઇ પોલીસ અને EDને જણાવ્યું કે, અકાઉન્ટની તપાસ કરી લીધી છે અને તેને કોઇ લેણદેણ નથી મલ્યું. બંને તપાસ એજન્સીઓને કોઇ પ્રકારની કોઇ જાણકારી મળી નથી. જેનાંથી માલૂમ થાય છે કે સુશાંતનાં પૈસાનો ઉપયોગ હું કે મારો પરિવાર કરતાં હતાં. રિયાએ કહ્યું કે, તે ત્રીજી એજન્સીની સામે પણ રજૂ થવા તૈયાર છે.

    આ પણ વાંચો - SSR Case: એવું ન થાય કે સાક્ષીની હત્યા થઇ જાય, MLAએ ભાઇએ ગૃહ મંત્રીની માંગી મદદ

    રિયાએ કહ્યું કે, મુંબઇ પોલીસથી લઇને મની લોન્ડ્રિંગની તપાસ કરી રહી છે. EDનાં અધિકારીઓને મારા બેંક સ્ટેટમેન્ટ, ઇનકમ ટેક્સ, CCTV, CDR અને ઇલેક્ટ્રોનિક ડેટામાં કોઇ પણ પ્રકારની આપરાધિક તથ્ય નથી મળ્યાં છે. આ ઉપરાંત બંને એજન્સીઓએ ઇલેક્ટ્રોનિક, ફોરેન્સિક અને મેડિકલ રિપોર્ટ પણ લીધો છે. પણ કંઇ જ હાથ લાગ્યું ન હતું.

    આ પણ વાંચો- સુશાંત અને દિશાની WhatsApp ચેટ થઇ વાયરલ, એપ્રિલ સુધી હતા સંપર્કમાં

    રિયાએ મીડિયાને કહ્યું કે, તે કોઇપણ પ્રકારની કોઇ અટકળો ન લગાવે. રિયાએ કહ્યું કે, તે ચૂપ છે તેનો અર્થ એ નથી કે હું કમજોર છું. સત્ય ક્યારેય બદલાતું નથી. સુશાંતનાં પરિવાર સંપૂર્ણ રીતે પાયાવિહોણા છે. મારા પર લગાવેલા તમામ આરોપ સંપૂર્ણ રીતે આધારહીન છે.
    Published by:Margi Pandya
    First published: