Home /News /entertainment /SSR Case: NCBને મળ્યા ડ્રગ્સ ડિલર જૈદનાં રિમાન્ડ; સુશાંત બાઇપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો- ડોક્ટર

SSR Case: NCBને મળ્યા ડ્રગ્સ ડિલર જૈદનાં રિમાન્ડ; સુશાંત બાઇપોલર ડિસઓર્ડરથી પીડાતો હતો- ડોક્ટર

સુશાંત સિંહ રાજપૂત (File Photo)

CBIએ આજે ફરી રિયા ચક્રવર્તીનાં પિતા ઇન્દ્રજીત ચક્રવર્તીની પૂછપરછ કરી છે. બુધવારે CBIએ તેમની 10 કલાક પૂછપરછ કરી હતી.

    નવી દિલ્હી: બોલિવૂડનાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)નાં મોત મામલાની તપાસ કરી રહેલી CBIએ બુધવારે સતત બીજા દિવસે રિયાનાં પિતા ઇન્દ્રજીતની પૂછપરછ કરી હતી. રિયાનાં પિતાની આશરે 10 કલાક પૂછપરછ થઇ હતી. તો CBI આજે ત્રીજા દિવસે ફરીથી રિયાનાં પિતાની પૂછપરછ કરી રહી છે.

    રિયાનાં પિતાની સાથે આજે પ્રવર્તન નિદેશાલય રિયાનાં ભાઇ શોવિકની પૂછપરછ કરશે. ઇડી આજે ડ્રગ્સ કેસમાં શોવિકની પૂછપરછ કરશે. આ કેસમાં મની લોન્ડ્રિંગ મામલે પણ તપાસ થશે. આ સંબંધે એજન્સી પહેલાં પણ તપાસ કરી ચૂકી છે.

    LIVE UPDATES

    • સુશાંતનાં પરિવારનાં વકીલ વિકાસ સિંહનો દાવો, પરિવાર માને છે કે સુશાંતની હત્યા થઇ છે. વિકાસ સિંહે મીડિયા સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો છે કે, મુંબઇ પોલીસે ક્યારેય તેમને કે સુશાંતનાં પરિવારને કોઇ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું નથી. તેમનાં મુજબ જો પોલીસ તરફથી પહેલાંથી જ તમામ જાણકારી મેળવવામાં આવતી તો આ કેસ અલગ દિશામાં આગળ વધત.

    • સુશાંત સિંહ રાજપૂતનાં ડોક્ટરે મુંબઇ પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે, સુશાંતને બાઇપોલર ડિસઓર્ડર હતો. તેમનાં મુજબ સુશાંત 13 વર્ષથી અટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડરથી પણ લડી રહ્યો હતો.આ પણ વાંચો- સુશાંતનાં પરિવારે ક્યારેય નથી કહ્યું આ આત્મહત્યા છે, મુંબઇ પોલીસે જબરદસ્તી સાઇન કરાવ્યું સ્ટેટમેન્ટ

    • સુશાંત કેસમાં પકડાયેલાં ડ્રગ્સ ડિલર જૈદ વિલાત્રાને NCBએ આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે જૈદને 9 સ્પટેમ્બર સુધી NCBની અટકાયતમાં મોકલ્યો છે. જે બાદ NCB તેને મુંબઇ સ્તિત તેમનાં ઝોનલ ઓફિસમાં લઇ ગઇ છે.

    • સુશાંત સિંહ રાજપૂત કેસની સાથે જ હવે CBI સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનાં મોતની પણ તપાસ કરશે. CBIએ તપાસ શરૂ કરી દીધી છે. દિશાની મોત 8 જૂનનાં થઇ હતી.



    • સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરી રહેલી CBIએ ગુરાવારે એટલે કે આજે ત્રીજા દિવસે રિાયનાં પિતા ઇન્દ્રજીતનની પૂછપરછ કરી છે. આ ઉપરાંત સુશાંતનાં ઘરનાં સ્ટાફ નીરજ અને કેશવની પણ પૂછપરછ માટે CBIની પાસે DRDOનાં ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે.



      આ પણ વાંચો- VIRAL PHOTOS: મિત્ર સાથે બ્લૂ લિપસ્ટિક લગાવી બિચ પર ફરતી જોવા મળી સારા

      આ પણ વાંચો-સૈફ બનશે 7 હજાર વર્ષ જૂનો ખતરનાક દાનવ, 'Adipurush'નું પોસ્ટર થયુ રિલીઝ

    • મુંબઇમાં રિયા ચક્રવર્તીનાં ભાઇ શૌવિકને ડ્રગ્સ સપ્લાય કરવાનાં આરોપમાં વધુ એક ડ્રગ્સ ડીલરની અટકાયત તઇ ગઇ છે. દાવો છે કે, તેમનાં વચ્ચે પાર્કમાં ડિલ થઇ હતી. પકડાયેલાં ડ્રગ ડિલરનું નામ ફૈઝાન ઇબ્રાહિમ છે. આ પહેલાં બે ડ્રગ્સ ડીલરની પણ ધરપકડ થઇ ગઇ છે.

    Published by:Margi Pandya
    First published:

    Tags: Death of sushant singh rajput, Sushant singh rajput

    विज्ञापन
    विज्ञापन