સેક્રેડ ગેમ્સની અભિનેત્રી સુરવીન ચાવલાએ પુત્રીને આપ્યો જન્મ

ફાઇલ ફોટો

બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ પુત્રીને જન્મ આપ્યો છે, તેણે પોતાની પુત્રીનું નામ 'ઇવા' રાખ્યું છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સુરવીન ચાવલાએ પુત્રીને જન્મ આપ્યો છે. તેણે પોતાની પુત્રીનું નામ 'ઇવા' રાખ્યું છે. ઇવાનો જન્મ 15 એપ્રિલે થયો હતો. પુત્રીના જન્મ બાદ સુરવીન બહુ જ ખુશ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની ખુશી જાહેર કરી હતી. સુરવીને ઇન્સ્ટાગ્રામ પર પુત્રીની તસવીર પણ શેર કરી છે.

    બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતાં સુરવીને જણાવ્યું કે, આ ફીલિંગને શબ્દોમાં કહી શકાય નહીં. આને મહેસુસ કરાય છે.

    ઉલ્લેખનીય છે કે, સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જુલાઇ, 2015માં લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, સુરવીને અક્ષય સાથે સિક્રેટ રીતે લગ્ન કર્યા હતા. તેણે 2017માં પોતાના લગ્ન અંગેનું સિક્રેટ ખોલ્યું હતું. બન્નેની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.


     આ પણ વાંચો: વિક્કી કૌશલને પહોંચી ઇજા, જડબું ફ્રેક્ચર થતાં આવ્યા 13 ટાંકા

    ઉલ્લેખનીય છે કે, સુરવીને એકતા કપૂરના શો 'કહીં તો હોગા' દ્વારા કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ સુરવીનને 'કસોટી જિંદગી કી'માં કાસ્ટ કરવામાં આવી હતી. તેણે અનિલ કપૂરના શો 24 અને વેબ સીરિઝ 'હક સે'માં કામ કર્યું છે. ટીવી બાદ સુરવીન બોલિવૂડમાં આવી. તેણે હેટ સ્ટોરી 2, પાર્ચ્ડ અને ઉંગલી જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તે ગયા વર્ષે આવેલી નેટફિલિક્સની જાણીતી સીરિઝ સેક્રેડ ગેમ્સમાં જોવા મળી હતી.
    Published by:Azhar Patangwala
    First published: