'સર્જિકલ સ્ટ્રાઇક'ની ગાથા: History TV18 પર 22મીએ રાત્રે 9 કલાકે

News18 Gujarati
Updated: January 20, 2018, 8:49 AM IST
'સર્જિકલ સ્ટ્રાઇક'ની ગાથા: History TV18 પર 22મીએ રાત્રે 9 કલાકે
ભારતીય ભૂમિ પર વધી રહેલા સીમા પારના હુમલાઓ સામે આ આપણી સહુથી કડક કાર્યવાહી એટલે સર્જીકલ સ્ટ્રાઇક

ભારતીય ભૂમિ પર વધી રહેલા સીમા પારના હુમલાઓ સામે આ આપણી સહુથી કડક કાર્યવાહી એટલે સર્જીકલ સ્ટ્રાઇક

  • Share this:
અમદાવાદ:  સપ્ટેમ્બર, 2016. ભારતીય સેના અને તમામ ભારતીયો માટે ગૌરવપ્રદ દિવસ ! આ મહિનામાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં "નિયંત્રણ રેખા" નજીક "ઇન્ડિયન સ્પેશ્યલ ફોર્સ" દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરી આંતંકવાદીઓના "લોન્ચ પેડ" ને તહસ-નહસ કરવાની સખ્ત કામગીરી થઇ ગઈ. ભારતીય ભૂમિ પર વધી રહેલા સીમા પારના હુમલાઓ સામે આ આપણી સહુથી કડક કાર્યવાહી હતી.

જમ્મુ-કાશ્મીરના ઉરી ક્ષેત્રમાં ભારતીય લશ્કરી જવાનો ઉપર થયેલા ફિદાયીન હુમલો બદલો લેવા તેમેજ પાકિસ્તાન તરફથી થતી આતંકવાદી પ્રવૃત્તિને ડામી દેવા માટે આ અત્યંત આવશ્યક હતું.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી નેટવર્ક જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) દ્વારા આતંકવાદી હુમલામાં 19 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. આપણા સૈનિકો ની શહાદતનો બદલો તેમની ભૂમિ પર જઈને લેવા સમગ્ર દેશમાં ઉઠેલા લોકજુવાળને પગલે "સર્જિકલ સ્ટ્રાઇક" આવશ્યક અને સમયસરનું પગલું હતું.આ "સર્જિકલ  સ્ટ્રાઇક"ના ઝીણવટભર્યા તથ્યો, સમગ્ર ઓપેરશન અને ભારતીય બહાદુરોની એ કથાને  સૌપ્રથમવાર, HistoryTV18 એક નવતર ઢબે આપની સમક્ષ લાવી રહ્યું છે. 22 મી જાન્યુઆરી ના રોજ રાત્રે નવ કલાકે  HistoryTV18 રજુ થનારા એક કલાકના આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સેનાના આયોજન, અમલ, નવા તથ્યો, ઓપેરશનની સમગ્ર વિગતો, સ્ટ્રાઇક ટીમ નેતાઓ સાથેના સાક્ષાત્કાર, ભારતીય જવાનોની દિલેરીભરી વાતો જોવા મળશે।

આ પ્રતિકૂળ પ્રદેશમાં ભારતના હિંમતવાન લશ્કરી મિશનની સાચી કથા છે, જેમ પહેલાં ક્યારેય ન તમને જોઈ નહિ હોય. આ ફિલ્મને જોઈ તમને ભારતીય ભૂમિસેનાની હિંમત અને ક્ષમતાઓને ફરી ફરીને સલામ કરવાનું મન થશે.
First published: January 19, 2018, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading