રૂપસુંદરી સુરૈયાની જન્મતિથિ: જાણો, મહાન અભિનેત્રી વિશેની રોચક વાતો

Suraiya

સુરૈયાની સૌથી બોક્સ ઓફિસ હિટ ફિલ્મોમાં પ્યાર કી જીત, બડી બહન અને દિલ્લગી સામેલ છે. પહેલી બે ફિલ્મો માટે હુસેનલાલ ભગતરામે સંગીત આપ્યું હતું અને નૌશાદે દિલ્લગી ફિલ્મ માટે સાઉન્ડ ટ્રેક તૈયાર કર્યો હતો. આજે પણ જૂના ગીતોના શોખીન લોકોને આ ફિલ્મોના ગીત સાંભળતા કે ગાતા જોઇ શકીએ છીએ.

 • Share this:
  1940ના દાયકામાં પ્લેબેક સિંગર્સ આવ્યા પહેલા સુરૈયા સિનેમા જગતમાં બે ભૂમિકાઓ નિભાવનારી છેલ્લી ગાયિકા-અભિનેત્રી હતી. તેનું મનોરંજન જગતનું કરિયર એક યુવા કલાકાર તરીકે શરૂ થયુ અને 1950 સુધીમાં સુરૈયા સફળતાના શિખરો પર હતી. અડધી સદી વીતવા છતા સુરૈયાનો આત્માસ્પર્શી અવાજ લોકોના કાનમાં ગુંજતો રહ્યો હતો.

  પોતાના સમયની તે એક સુપરસ્ટાર અને ઉમદા અભિનેત્રી હતી. સુરૈયાને તે સમયના પ્રસિદ્ધ ગાયક અને સેલિબ્રિટી કે. એલ. સહગલ સાથે સતત ત્રણ ફિલ્મોમાં સહ અભિનેત્રી તરીકેનો રોલ નિભાવવાનું સન્માન મળ્યું હતું. કહેવાય છે કે, રિહર્સલ દરમિયાન સુરૈયાના ગાયન શૈલીથી પ્રભાવિત થઇને સહગલની સલાહ બાદ તેણીને 1945માં આવેલ ફિલ્મ તદબિરોમાં હિરોઇન તરીકે લેવામાં આવી હતી.

  સુરૈયાના જન્મદિવસ પર આવો જાણીએ તેના વિશે ઓછા પ્રચલિત તથ્યો

  સફળતાની યાત્રા- સુરૈયા જમાલ શેખનો જન્મ 15 જૂન, 1929માં લાહોરમાં થયો હતો અને તે ભાટી ગેટ સમૂહના તેના કાકા જહૂર કે જે કાદર ફિલ્મ્સ માટે કામ કરતા હતા તેમની સાથે રહેવા માટે બાળપણમાં જ મુંબઇમાં આવી હતી. તેણે પોતાના કરિયરની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયોમાં બાળકોના એક કાર્યક્રમમાં એક બાળ કલાકાર તરીકે કરી હતી. 1941માં આવેલ ફિલ્મ તાજમહેલમાં તેમણે બાળ કલાકાર તરીકે ભૂમિકા નિભાવી હતી. જોકો તે સમયના પ્રખ્યાત સંગીત નિર્દેશક નૌશાદ હતા, જેમણે સુરૈયાના અવાજને ઓળખ્યો અને તેને ફિલ્મ શારદામાં પંછી જાસ પ્લેબેક ગાવાનો અવસર આપ્યો હતો.

  આ પણ વાંચો- વિકાસ ગુપ્તાએ પ્રત્યૂષા બેનર્જીને ડેટ કરવાનો દાવો કરતાં એક્ટ્રેસનો BF રાહુલ રાજ બોલ્યો- 'તે જીવતી હોત તો...'

  વિભાજન બાદ- સુરૈયા એકમાત્ર સંગીતકાર હતી, જે વિભાજન બાદ ભારતમાં રહી હતી. જ્યારે નૂરજહાં અને ખૂરશીદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. આ રીતે 1947-50 વચ્ચે તેના સ્ટારડમમાં જોરદાર વધારો થયો હતો. પ્લેબેક સંગીત આવ્યા બાદ પણ સુરૈયાનો મધુર અવાજ, સરળ ભાષા દર્શકોને આકર્ષિત કરતા હતા અને તેણે ખૂબ લોક પ્રસિદ્ધિ મેળવી હતી.

  આ પણ વાંચો- URVASHI RAUTELAએ 'મડ બાથ'નો ઉઠાવ્યો આનંદ, ગણાવ્યાં તેનાં ફાયદા, જુઓ PHOTOS

  બોક્સ ઓફિસ પર સૌથી સુપરહિટ ફિલ્મો-સુરૈયાની સૌથી બોક્સ ઓફિસ હિટ ફિલ્મોમાં પ્યાર કી જીત, બડી બહન અને દિલ્લગી સામેલ છે. પહેલી બે ફિલ્મો માટે હુસેનલાલ ભગતરામે સંગીત આપ્યું હતું અને નૌશાદે દિલ્લગી ફિલ્મ માટે સાઉન્ડ ટ્રેક તૈયાર કર્યો હતો. આજે પણ જૂના ગીતોના શોખીન લોકોને આ ફિલ્મોના ગીત સાંભળતા કે ગાતા જોઇ શકીએ છીએ. 1948-49માં સુરૈયાની હેટ્રીક ઉપલબ્ધિઓએ તેને સિનેમાજગતમાં ઊંચા શિખર પર પહોંચાડી દીધી હતી.

  એક અભિનેત્રી-ગાયિકા તરીકે સુરૈયા પોતાના હ્દય અને આત્માને સમર્પિત કરીને ગીતો ગાતી હતી. તે સમયમાં તેણે કોઇ પણ પ્લબેક સંગીતકાર સાથે સ્પર્ધા કરી નથી
  First published: