Home /News /entertainment /KGF Chapter 2: સુપરસ્ટાર યશની ફિલ્મ આજે 10,000 સ્ક્રિન્સ પર થઇ રીલીઝ, ફેન્સમાં જબરો ઉત્સાહ

KGF Chapter 2: સુપરસ્ટાર યશની ફિલ્મ આજે 10,000 સ્ક્રિન્સ પર થઇ રીલીઝ, ફેન્સમાં જબરો ઉત્સાહ

કેજીએફ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી શકે છે

KGF Chapter 2 : યશ (Yash) સ્ટારર ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 2.9 મિલિયન લોકોએ BookMyShow પર KGF: Chapter 2 ની ટિકિટ પ્રી-બુક કરી હતી

KGF: Chapter 2 : પ્રશાંત નીલ (Prashant Nil) દ્વારા દિગ્દર્શિત અને યશ (Yash), રવીના ટંડન (Raveena Tandon) અને સંજય દત્ત (Sanjay Dutt) સ્ટારર અને દર્શકોની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મ KGF: ચેપ્ટર 2 (KGF: Chapter 2 Released) બિઝનેસમાં આજે એક હોટ ટોપિકે બની ગઈ છે. આ ફિલ્મ હંમેશાં તેની રિલીઝને લઈને ઘણી બધી ચર્ચાઓ પેદા કરશે તેવી અપેક્ષા શરૂઆતથી જ રાખવામાં આવતી હતી. પરંતુ આટલી હદે ઉત્સાહ અને અપેક્ષા કલ્પના બહાર હતા. ખાસ કરીને કોવિડ -19 ને કારણે ફિલ્મના વારંવાર વિલંબને ધ્યાનમાં રાખીને. આ ફિલ્મને ભારતમાં જોરદાર ઓપનિંગ મળવાની આગાહી કરવામાં આવી છે, જેમાં પ્રથમ દિવસની ભારતની ગ્રોસ પ્રીડિક્શન 150 કરોડ રૂપિયાથી વધુની છે.

યશ સ્ટારર KGF: ચેપ્ટર 2, જે આજે સિનેમાઘરોમાં આવી, તે પહેલાથી જ ચાહકો અને વિવેચકો તરફથી એકસાથે વાહ-વાહી મેળવી ચૂકી છે. દર્શકોમાં ફિલ્મની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 2.9 મિલિયન લોકોએ BookMyShow પર KGF: Chapter 2 ની ટિકિટ પ્રી-બુક કરી હતી.

કેજીએફ: ચેપ્ટર 2 ઉત્તર ભારતમાં 4400 સ્ક્રીન્સ અને વિશ્વભરમાં કુલ 10,000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ઉત્તરમાં 4400 સ્ક્રીન્સ સાથે આ ફિલ્મે સરળતાથી બ્લોકબસ્ટર ફિલ્મ સૂર્યવંશીને પાછળ છોડી દીધી છે, જેમાં 3600 સ્ક્રીન્સ હતી. સૂર્યવંશીના સમયે નોર્થ પટ્ટામાં ઘણી સ્ક્રીનો બંધ કરી દેવામાં આવી હતી. તેને સૌથી વધુ વ્યાપક પ્રકાશન મળી શક્યું હોત, પરંતુ કેજીએફ ચેપ્ટર 2ના કિસ્સામાં એવું થયું નહીં અને ફિલ્મને રીલીઝ કરવા માટે 4400 સ્ક્રિન્સ મળી ચૂકી છે. હિન્દીમાં ટેન્ટ પોલ ફિલ્મો હવે 5000 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની આશા રાખી શકે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

કેજીએફ 2 થલાપથી વિજયની બીસ્ટની સાથે રીલીઝ થઈ હોવાથી તમિલનાડુની અંદાજે 1000 સ્ક્રિન્સમાંથી માત્ર 250 જ યશ સ્ટારર ફિલ્મને આપવામાં આવી હતી. જો કે, બીસ્ટ માટે મિશ્ર પ્રતિસાદ અને ચાહકોમાં થોડી નિરાશા સાથે તમિલનાડુમાં કેજીએફ 2 ફિલ્મ માટે થિયેટરોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.

કેજીએફ - ચેપ્ટર 2 હિન્દી ભાષા ધરાવતા વિસ્તારોમાં બ્લોક બસ્ટર ઓપનિંગ કરશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જેમાં માત્ર હિન્દી વર્ઝન માટે જ ચોખ્ખું કલેક્શન રૂ. 55 કરોડની આસપાસ રહેવાની ધારણા છે, જે ટિકિટના ઊંચા ભાવ અને નોંધપાત્ર રીલીઝ અને પ્રિ-રિલીઝ હાઇપને આભારી છે.

આ પણ વાંચોRRR Box Office Collection: KGF 2ની રિલીઝ પહેલા ફિલ્મ RRRની કમાણીમાં થયો ઘટાડો, જાણો ફિલ્મની કમાણીના આંકડા

ફિલ્મ 'કેજીએફ 2' તેની મૂળ ભાષા કન્નડ ઉપરાંત હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં પણ રિલીઝ થઈ છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ રહેલા લોકો સોશિયલ મીડિયા પર 'કેજીએફ ચેપ્ટર 3'ની ડિમાન્ડ કરી રહ્યા છે. લોકોએ સંજય દત્ત અને રવીના ટંડન સ્ટારરને સોશિયલ મીડિયા પર રિવ્યૂ આપવાનું પણ શરૂ કરી દીધું છે.
First published:

Tags: Box Office, Box office Collection, KGF Chapter 2, KGF Chapter 2 Teaser