Home /News /entertainment /

68માં જન્મદિવસ પર રજનીકાંતની ફિલ્મ 'પેટ્ટા'નું ટીઝર થયું રિલીઝ

68માં જન્મદિવસ પર રજનીકાંતની ફિલ્મ 'પેટ્ટા'નું ટીઝર થયું રિલીઝ

એવી આશા છે કે આ ફિલ્મ કોઇ તહેવારના દિવસે જ રિલીઝ થશે.

એવી આશા છે કે આ ફિલ્મ કોઇ તહેવારના દિવસે જ રિલીઝ થશે.

    દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતના 68મા જન્મદિવસ પર તેમની આગામી તમિલ ફિલ્મ 'પેટા' નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતુ. આ ટીઝરમાં રજનીકાંત બે અવતારમાં જોવા મળી રહ્યાં છે. એકમાં તેઓ મૂછો અને બીજામાં તે દાઢી સાથે જોવા મળે છે. આ ટીઝરમાં, રજનીકાંતની 1990ના દશકની જની કહાની છે.

    'પેટ્ટા'નું ટીઝર થયું રિલીઝ

    સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ '2.0' નો રંગ હજુ પણ લોકો પરથી ઉતર્યો નથી ત્યા તો તેમની બીજી ફિલ્મ પેટ્ટાનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરને રજનીકાંતે તેમના 68માં જન્મદિવસ પર રિલીઝ કર્યુ છે. આ ઓડિયો લોન્ચના અવસર પર રજનીકાંતે કહ્યું, "કાર્તિકની કહાની કહેવાનો અંદાજ સંપૂર્ણપણે અલગ છે. આ ફિલ્મમાં રજનીકાંતને હકીકતના પ્રશંસક તરીકે નિર્દેશિત કર્યા. પીટ્ટા 1990ના દશકની મારી ફિલ્મોની મનોરંજક અને યાદગાર રહી છે. કાર્તિકે મને એવું કામ કરાવ્યું કે જે હું ત્રણથી ચાર દાયકા પહેલા કરતો હતો.

    સુપરસ્ટાર રજનીકાંતની આ ફિલ્મ 2019માં રિલીઝ થઇ શકે છે.એવી આશા છે કે આ ફિલ્મ કોઇ તહેવારના દિવસે જ રિલીઝ થશે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Bollywood Star, Rajnikanth

    આગામી સમાચાર