સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી આપી રજા, હાઈ BPની ફરિયાદ બાદ થયા હતા ભરતી

સુપરસ્ટાર રજનીકાંતને હોસ્પિટલમાંથી આપી રજા, હાઈ BPની ફરિયાદ બાદ થયા હતા ભરતી
ફાઈલ તસવીર

રજનીકાંતને શુક્રવારે 25 ડિસેમ્બરે હાઈબ્લડ પ્રેશના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલના ડોક્ટોરની એક ટીમ સતત મેડિકલ અવલોકનમાં રાખ્યા હતા.

 • Share this:
  હૈદરાબાદઃ બ્લડ પ્રેશર સંબંધી સમસ્યાઓના કારણે એપોલો હોસ્પિટલમાં (Apollo Hospital) દાખલ કરવામાં આવેલા એક્ટર રજનીકાંતના (Rajinikanth) સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. તેમનું બ્લડ પ્રેશર સ્થિર છે. તેઓ પહેલા કરતા સારું અનુભવી રહ્યા છે. તેને રવિવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હૈદરાબાદની એપોલો હોસ્પિટલે આ જાણકારી આપી હતી.

  હોસ્પિટલ તરફથી જણાવ્યા પ્રમાણે રજનીકાંતને શુક્રવારે 25 ડિસેમ્બરે હાઈબ્લડ પ્રેશના કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલના ડોક્ટોરની એક ટીમ સતત મેડિકલ અવલોકનમાં રાખ્યા હતા. ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમની ઉંમરને દેખતા ડોક્ટરોએ તેમની સારવાર અને ડાઈટને લઈને જરૂરી સલાહો આપી છે.  ડોક્ટરોએ તેમને એક સપ્તાહ માટે સંપૂર્ણ બેડ રેસ્ટ અને ન્યૂનતમ શારીરિક ગતિવિધિ કરવાની સલાહ આપી છે. તેમની સ્થિતિને જોતા તેમને એવી કોઈપણ ગતિવિધિઓથી બચવાની સલાહ આપી છે જેનાથી કોરોના વાયરસના સંપર્કમાં આવવાનો ખતરો વધી શકે છે. તેની શારીરિક ગતિવિધિ ખુબ જ ઓછી કરવા અને તણાવથી બચવાની સલાહ આપી છે.

  આ પણ વાંચોઃ-

  આ પહેલા હોસ્પિટલે બતાવ્યું કે આ એક્ટરના બ્લડપ્રેશની દવાઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તેમના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહ્યા છે. તેમને સંપૂર્ણ પણે આરામ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેન્સને પણ તેમને મળવાની મંજૂરી નથી.

  ઉલ્લેખનીય છે કે રજનીકાંતને શુક્રવારે બ્લડપ્રેશનના ઉતાર-ચઢાવ આવવાના કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 13 ડિસેમ્બરે અહીં એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. ચાર ક્રૂ સદસ્યોના કોવિડ-19 પોઝિટિવ મળ્યા બાદ પોતાને ક્વોરન્ટાઈન કરી લીધા હતા.  જોકે તપાસમાં જાણવા મળ્યું હતું કે તેઓ કોરોના સંક્રમિત નથી. તેલંગાણાના રાજ્યપાલ તમિલીસાઈ સુંદરાજન તેદેપા પ્રમુખ એન. ચંદ્રબાબૂ નાયડૂ અને એક્ટર લીડર કમલ હાસનને રજનીકાંતના જદલી સારા થવાની કામના કરી છે.
  Published by:ankit patel
  First published:December 27, 2020, 17:30 pm