Home /News /entertainment /

આ તારીખથી OTT પ્લેટફોર્મ પર આવશે સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’

આ તારીખથી OTT પ્લેટફોર્મ પર આવશે સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાધેશ્યામ’

પ્રભાસ - રાધે શ્યામ

રાધે શ્યામ (Radhe Shyam) ની કહાનીનું લેખન અને દિગ્દર્શન રાધા કૃષ્ણ કુમારે કર્યું હતું અને યુવી ક્રિએશન્સ અને ટી-સિરીઝ દ્વારા તેને બેંકરોલ કરવામાં આવી. આ ફિલ્મ 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જોકે, પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde)-સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી.

વધુ જુઓ ...
    પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડે (Pooja Hegde) અભિનીત ફિલ્મ રાધે શ્યામનું પ્રીમિયર (Radhe shyam Premiere) 1 એપ્રિલના રોજ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વિડીયો (OTT Amazon Prime Video) પર થશે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે. આ ફિલ્મની ઓટીટી રિલીઝની જાહેરાત કરતા એમેઝોન પ્રાઇમ વિડીયો ઇન્ડિયાએ ટ્વિટ કર્યું હતું કે, "#RadheShyamOnPrime સાથે પ્રેમની આ જાદુઈ સફર. 1 એપ્રિલ."

    રાધે શ્યામની કહાનીનું લેખન અને દિગ્દર્શન રાધા કૃષ્ણ કુમારે કર્યું હતું અને યુવી ક્રિએશન્સ અને ટી-સિરીઝ દ્વારા તેને બેંકરોલ કરવામાં આવી હતી. રાધે શ્યામનું શૂટિંગ તેલુગુ અને હિન્દીમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. જોકે, પ્રભાસ-સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકી ન હતી. ફિલ્મે 350 કરોડના બજેટ સામે 214 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. રાધે શ્યામને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેમણે અભિનય અને નિર્માણની પ્રશંસા કરી હતી. પરંતુ ફિલ્મની સ્ક્રિનપ્લે અને નેરેશનની ટીકા કરી હતી.

    આ ફિલ્મ 1970ના દાયકાના યુરોપમાં સેટ કરવામાં આવી છે અને વિક્રમાદિત્ય (પ્રભાસ) ની કહાની દર્શાવે છે, જે કિસ્મત અને પ્રેરણા (પૂજા હેગડે) જે એક ડોક્ટર છે, તેની પ્રત્યેના પ્રેમ વચ્ચે અટવાય છે. રાધે શ્યામમાં સચિન ખેડેકર, પ્રિયદર્શી પુલિકોંડા, ભાગ્યશ્રી, જગપતિ બાબુ, મુરલી શર્મા, કુનાલ રોય કપૂર, રિદ્ધિ કુમાર, સાશા ચેત્રી, સાથ્યાન પણ મુખ્ય ભૂમિકામાં છે.

    રાધે શ્યામની વાર્તા મૂળ દિગ્દર્શક ચંદ્ર શેખર યેલેટીએ લખી હતી. તેમણે તેમના સહાયક રાધા કૃષ્ણ કુમાર સાથે સ્ટોરી પર કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ કંઇ ખાસ કમાલ કરી શકી નહોતી. ત્યારબાદ રાધા કૃષ્ણ કુમારે યેલેટીની સ્ટોરીલાઇન પકડી હતી અને પ્લોટને સંતોષકારક એન્ડિંગ પર લાવવા માટે 18 વર્ષ સુધી તેના પર કામ કર્યું હતું. જ્યારે પ્રભાસ બાહુબલી સિરીઝ (2015-17)નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે પ્રભાસને સ્ક્રિપ્ટ સંભળાવી હતી. પ્રભાસને સ્ક્રિપ્ટ ગમી હતી અને તેણે આ ફિલ્મ સાઇન કરી હતી.

    એસ. થામને રાધે શ્યામ માટે સંગીત આપ્યું છે. ફિલ્મના હિન્દી અને તેલુગુ વર્ઝનમાં બે અલગ અલગ સાઉન્ડટ્રેક્સ છે. હિન્દી ગીતોની રચના મિથુન, અમલ મલ્લિક અને મનન ભારદ્વાજે કરી હતી, જ્યારે તેલુગુ ગીતો જસ્ટિન પ્રભાકરને કમ્પોઝ કર્યા હતા.

    આ ફિલ્મની પ્રિન્સિપલ ફોટોગ્રાફી ઓક્ટોબર 2018માં શરૂ થઇ હતી અને જુલાઇ 2021માં હૈદરાબાદ, ઇટાલી અને જ્યોર્જિયા સહિતના લોકેશનો સાથે પૂરી થઇ હતી. દરમિયાન, પૂજા હેગડે હવે પછી વિજય-સ્ટારર બીસ્ટમાં જોવા મળશે. આ ફિલ્મ 13 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થવાની છે. પ્રભાસની આગામી ફિલ્મ આદિપુરુષ પોસ્ટ-પ્રોડક્શનના તબક્કામાં છે.
    First published:

    આગામી સમાચાર