80 વર્ષનો થયો સુપરમેન, આવી રીતે થઇ હતી શરૂઆત

ત 80 વર્ષમાં પણ સુપરમેનની લોકપ્રિયતા ઓછી થઇ નથી. તે આજે પણ લોકોનાં દિલમાં રાજ કરે છે

ત 80 વર્ષમાં પણ સુપરમેનની લોકપ્રિયતા ઓછી થઇ નથી. તે આજે પણ લોકોનાં દિલમાં રાજ કરે છે

 • Share this:
  મુંબઇ: અમેરિકન કોમિક બૂક્સનો સૌથી પ્રખ્યાત હીરો રહ્યો છે સુપરમેન, આ પહેલી વખત નથી 80 વર્ષ પહેલાં વર્ષ 1938માં ડીસી કોમિક્સે જાહેર કરી હતી. જોકે 1933માં તે પહેલી વખત લખાયો હતો. ક્લીવલેડમાં રહેનારા આ્ટિસ્ટ જૈરી સેગલ અને જો શૂસ્ટરે સુપરમેનની કલ્પના કરી હતી. તે બાદ તેમણે આ આઇડિયા ડીસી કોમિક્સને વેચી દીધો. સન 1938નાં જૂન મહિનામાં પહેલી વખત કોમિક્સ દ્વારા સુપરમેન લોગો સામે આવ્યો હતો જે બાદ કેટલાંય રેડિયો શોઝ, ન્યૂઝપેપર સ્ટ્રિપ્સ, ટીવી પ્રોગ્રામ, ફિલ્મો અને વીડિયો ગેમમાં સુપરમેનની હાજરી જોવા મળી.

  લાલ અને વાદળી રંગનાં કપડાંમાં હવામાં ઉડતો તે જોવા મળ્યો. અને દુનિયાને બચાવવાવાળો આ સુપરહીરો થોડા જ દિવસોમાં દરેક બાળકનો પસંદિદા કેરેક્ટર બની ગયો હતો. ખાસ વાત તો એ છે કે સુપરમેનની આંખોની એક્સરેની શક્તિ અને હાથમાંથી નીકળતી લેઝર લાઇટ રિઅલ લાઇફમાં શક્ય નથી. પણ તેમ છતા દરેક બાળક સુપરમેન બનવાની ઇચ્છા કરવા લાગ્યો. સુપરમેન ફક્ત એક કેરેક્ટર નથી પણ આખી એક ફિલોસોફી અને થિયરીનું નામ છે.

  કોમિક્સ બાદ વોર્નર બ્રધર્સ દ્વારા સુપરમેન સિલ્વર સ્ક્રીન પર આવ્યો. ત્યારે પણ તેને નવાં રેકોર્ડ કાયમ કર્યા. સુપરમેન ફિલ્મોની સિરીઝે અમેરિકાની બોક્સ ઓફિસ પર કરોડો રૂપિયાની કમાણી કરી અને રેકોર્ડ્સ પણ બનાવ્યા. ખાસ વાત તો એ છે કે ગત 80 વર્ષમાં પણ સુપરમેનની લોકપ્રિયતા ઓછી થઇ નથી. તે આજે પણ લોકોનાં દિલમાં રાજ કરે છે.
  Published by:Margi Pandya
  First published: