Home /News /entertainment /વિક્કી બન્યો ફોટોગ્રાફર! કેટરીનાને ખુશ કરવા જાતે ક્લિક કર્યા ફોટો, વીડિયો થયો વાયરલ
વિક્કી બન્યો ફોટોગ્રાફર! કેટરીનાને ખુશ કરવા જાતે ક્લિક કર્યા ફોટો, વીડિયો થયો વાયરલ
ફોટોઃ @katrinakaif
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિક્કી અને કેટરીના એક પરફેક્ટ કપલની લિસ્ટમાં આવે છે. હાલ તે બંનેનો દિવાળી પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં વિક્કી કેટરીના માટે ફોટોગ્રાફર બનેલા જોવા મળે છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ બોલિવૂડનાં પરફેક્ટ કપલમાંથી એક છે. ફેન્સ પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. હાલ વિક્કી અને કેટરીનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિક્કી કેટરીનાનાં ફોટોગ્રાફર બનેલા જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં ગઈ કાલે વિક્કી અને કેટરીના રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટરીનાની એક નાનકડી ફેનએ ફોટો પડાવવાનું કહ્યુ હતું.
કેટરીના માટે ફોટોગ્રાફર બન્યા વિક્કી
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરીના અને વિક્કી જાણીતા ફિલ્મ મેકર રમેશ તૌરાનીને ત્યાં દિવાળી પાર્ટીમાં પહોંચ્યા હતાં. જ્યાં વિક્કી એથનિક લુકમાં શાનદાર લાગી રહ્યા હતા અને કેટરીનાએ પણ લાલ રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં જ કેટરીનાની એક નાની ફેન દ્વારા ફોટો ક્લિક કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે વિક્કી જાતે કેટરીનાનાં ફોટોગ્રાફર બની ગયાં હતાં અને કેટરીના સાથે તેની ફેનનો ફોટો ક્લિક કરી આપ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વિક્કી કૌશલ અને કેટરીના કૈફનો આ વીડિયો હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યુ છે- 'બંને પરફેક્ટ કપલ લાગી રહ્યા છે'. આ સિવાય અન્ય યુઝરે કોમેન્ટ કરીને લખ્યું 'પરફેક્ટ કપલ'. ઉલ્લેખનીય છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફે 9 ડિસેમ્બર 2021ના દિવસે લગ્નબંધનમાં બંધાયા હતાં.
લગ્ન બાદ બંને પહેલીવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. આ પહલાં કેટરીનાએ વિક્કી માટે કરવાચોથનું વ્રત પણ રાખ્યું હતું. બંનેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. વિક્કીએ પણ કેટરીના માટે વ્રત રાખ્યું હતું. બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના જલ્દી હોરર કોમેડી ફિલ્મ 'ફોન ભૂત'માં સિદ્ધાંત ચતૂર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર