Super Dancer 4: શોનાં સેટ પર શિલ્પા શેટ્ટીનું થયું જોરદાર સ્વાગત, સ્પર્ધકોનો પ્રેમ જોઇ રડી પડી એક્ટ્રેસ

(Photo @theshilpashetty/Instagram)

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ત્રણ અઠવાડિયા બાદ 'સુપર ડાન્સર 4' (Super Dancer 4) પર પરત આવી છે. શિલ્પાએ તેનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ શોથી દૂરી બનાવી લીધી હતી.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી ડાન્સિંગ રિયાલિટી શો 'સુપર ડાન્સર 4' (Super Dancer 4)ને જજ કરતી આવી છે. પણ ગત 19 જુલાઇનાં જ્યારે તેનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ને પોર્ન ફિલ્મ મામલે (Porn movies) માટે ધરપકડ કરવામાં આવી તો શિલ્પાએ શોથી દૂરી બનાવી લીધી હતી. અને હવે શિલ્પા શોમાં પરત આવી ગઇ છે. અને 'સુપર ડાન્સર 4'નાં સેટ પર હેલાની જેમ બાળકોને જજ કરતી તેમનો જુસ્સો વધારતી નજર આવી. એક પળ એવો આવ્યો જ્યારે શિલ્પા તેની ભાવના રોકી ન શકી.

    આ પણ વાંચો-'The Kapil Sharma Show'માં અક્ષય કુમારને જોઈ ભારતી સિંહે પૂછ્યો આવો પ્રશ્ન, જુઓ video

    મીડિયા રિપોર્ટ અનુસાર, શિલ્પા શેટ્ટી જ્યારે 'સુપર ડાન્સર 4' શોનાં સેટ પર પહોંચી તો સ્પર્ધકોએ તેને ઘેરી લીધી. સૌનો પ્રેમ જોઇને શિલ્પાની આંખોમાં આંસૂ આવી ગયા. અને તેને રડતા જોઇ બધાએ તેને ગળે લગાવી દીધી. ટાઇમ્સની ખબર મુજબ, 'સુપર ડાન્સર 4'ની ટીમ શિલ્પાને પરત લાવવાનાં પ્રયાસમાં હતી. શો મેકર્સ સતત તેનાં ટચમાં હતાં. તેથી શિલ્પાએ શો પર પરત આવવાનું મન બનાવી લીધુ હતું. શિલ્પા શેટ્ટી પણ વાપસી ઇચ્છતી હતી. કારણ કે ફેમિલી અને બાળકોની સાથે સાથે તે પોતાનાં માટે પણ બહાર આવવાં ઇચ્છતી હતી. શો પર પહોંચતા જ શિલ્પાનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

    આ પણ વાંચો-Kapil Sharma: ઇન્ડિયન આઇડલનાં ઓડિશનમાં રિજેક્ટ થઇ ચુક્યો છે કપિલ, બોલ્યો- મને હતું કે...

    શિલ્પા શેટ્ટીની સાથે અનુરાગ બાસુ અને ગીતા કપૂરે પણ તેનો જુસ્સો વધાર્યો હતો. અનુરાગે પહેલાં આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'અમે શિલ્પાને સેટ પર યાદ કરીએ છીએ. અમે એક પરિવાર છીએ. એવામાં જ્યારે કોઇ એક સભ્ય ન હોય તો મુશ્કેલી થઇ જાય છે. અને શિલ્પા અમારી ખુબજ પ્રિય છે.' માનવામાં આવે છે કે, શિલ્પા જલ્દી જ 'સીડી લાઓ..' અને 'સુપર સે ભી ઉપર' વાળા અદાજમાં નજર આવશે. જોકે, હમેસા ખુબજ ખિલખિલાટ રહેનારી એક્ટ્રેસને તેનાં જૂના અંદાજમાં આવવામાં સમય લાગશે.

    (Photo @theshilpashetty/Instagram)


    તો બીજી તરફ રાજ કુન્દ્રાને બોમ્બે હાઇકોર્ટે અંતરિમ રાહત આપી છે. કુન્દ્રાની અગ્રિમ જામીન અરજી પર 25 ઓગસ્ટનાં એટલે કે બુધવારે સુનાવણી થશે.

    આ પણ વાંચો-CNNની મહિલા પત્રકારનો આ વીડિયો દર્શાવે છે કાબૂલની પરિસ્થિતિ, તેને પણ રિપોર્ટિંગ છોડી ભાગવું પડ્યું

    રાજને ગત 19 જુલાઇનાં કથિત રૂપે પોર્ન ફિલ્મો બનાવવાનાં આરોપમાં ધરપકડ કરવામા આવી હતી. આ દરમિયાન 11 અન્ય લોકો પર પણ પોલીસે શિકંજો કસ્યો હતો. તેનાં આગોતરા જામીન અરજી રદ થયા બાદ તે હાઇ કોર્ટનાં શરણે ગયો હતો.
    Published by:Margi Pandya
    First published: