ન્યૂઝ18 ગુજરાતી: રિતિક રોશનની અપકમિંગ ફિલ્મ 'સુપર 30'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ટ્રેલરમાં રિતિક રોશનની શાનદાર એક્ટિંગ અને તેનાંથી પણ જોરદાર પર્સનાલિટી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ભલે રિતિક આનંદ કુમાર નામનાં એક ખુજબ બુદ્ધિશાળી પણ સર્વ સામાન્ય શિક્ષકનો રોલ અદા કરી રહ્યો છે.
આનંદ કુમાર પટનાનાં 'સુપર 30' કોચિંગનાં સંસ્થાપક આનંદ કુમાર પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં આનંદ કુમારનાં જીવનનાં સંઘર્ષનાં દિવસોની સાથે જ રામાનુજમ એવોર્ડ અને અબ્દુલ કલામ આઝાદ શિક્ષા પુરસ્કાર મળવા સુધીની સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મનાં ડાયલોગ્સ ઘણાં દમદાર છે. 'અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા રાજા વો હી બનેગા જો હકદાર હોગા. ', 'જબ સમય આયેગા તબ સબસે બડા ઔર સબસે લંબા ઝલાંગ હમ હી મારેંગે'
આનંદ કુમારની સુપર-30માં પ્રતિષ્ઠિત ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન (IIT)માં જવા ઇચ્છુક સમાજનાં આર્થિક અને કચડાયેલાં વર્ગથી આવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ છે. જેમને મફતમાં આનંદ કુમાર કોચિંગ આપે છે. આ ફિલ્મની રિલીઝને લઇને ખુબજ અસમંજસ હતી.
આ સંસ્થાનાં સક્સેસ રેટને જોઇને વર્ષ 2010માં ટાઇમ મેગેઝિને તેને બેસ્ટ ઓફ એશિયામાં શામેલ કર્યો હતો.
@iHrithik as Anand Kumar, this is going to be interesting.