Man Vs Wild શો હોસ્ટ કરશે સની લિયોન!

  • Share this:
મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન ટુંક સમયમાં જ નાના પડદા પર જોવા મળશે. સની લિયોન ડિસ્કવરીનો સૌથી પ્રખ્યાત શો 'Man Vs Wild'માં ઇન્ડિયન વર્ઝનને હોસ્ટ કરશે. આ પહેલા સની લિયોન MTVનો શો 'સ્પિલ્ટ્સવિલા' હોસ્ટ કરી ચુકી છે. ત્યારે હવે સની એક નવા ફોર્મેટવાળા શો લઈને આવી રહી છે.

આ શોમાં સની જોખમભર્યા કારનામાને લઈને ઘણી જ એક્સાઈટેડ છે. સનીના આ શોનું નામ છે 'મેન વર્સિસ વાઈલ્ડ વિથ સની લિયોન', આ શોને લઈને સનીનું કહેવું છે કે આવો પ્રખ્યાત શો અને ડિસ્કવરી ચેનલનો ભાગ બનવા માટે ઘણી જ એક્સાઈટેડ છે. જેમાં મને મારી ડેરિંગ સાઈડને બતાવવાનો મોકો મળશે. જે આ પહેલા ટીવીના દર્શકોએ ક્યારેય નહીં જોયો હોય.

સનીના આ શોની નવી શરૂઆત વર્ષ 2018થી થશે. આ શોના લોકો બેયર ગ્રિલ્સના શોની નજરથી જાણે છે. જેવી રીતે હૈરતઅંગેજ કામ કરે છે. તેનો મુકાબલો કોઈ ન કરી શકે. પરંતુ સની આ શોમાં પોતાનો અલગ અંદાજ બનાવી લોકોને મનોરંજન કરતી જોવા મળશે.









Haha I think I need more practice!! Lol


A post shared by Sunny Leone (@sunnyleone) on




First published: