Home /News /entertainment /સની લિયોનીના નામ પર ફેક ઈવેન્ટ બનાવી: અભિનેત્રીએ કહ્યું કોઈ ટિકિટ ખરીદતા નહીં

સની લિયોનીના નામ પર ફેક ઈવેન્ટ બનાવી: અભિનેત્રીએ કહ્યું કોઈ ટિકિટ ખરીદતા નહીં

સની લિયોની (ફાઈલ ફોટો)

સની લિયોનીએ પોતાના નામ પર થઈ રહેલી આ ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. સનીએ પોતાના ટ્વિટર હેંડલ દ્વારા ફેન્સને સચેત કર્યા છે કે તેના નામ પર એક ફેક ઈવેન્ટ થઈ રહી છે, જેનાથી સાવધાન રહેવાની જરુર છે.

    ફિલ્મી સ્ટાર્સના નામ પર ફ્રોડ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. ક્યારેક તેમના નામ પર ફેક અકાઉન્ટ બનાવીને તો ક્યારે તેમને કામ આપવામાં નામ પરથી ફ્રોડની ઘટનાઓ આવતી હોય છે, પણ હવે જે સની લિયોનીના નામ પર થયું છે. તેના વિશે જાણીને આપ ચોંકી જશો. સની લિયોનીએ પોતાના નામ પર થઈ રહેલી આવી ઘટનાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. સનીએ પોતાના ટ્વિટર હેંડલ દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી છે કે, તેમના નામથી પરથી ફેક પ્રમોશન ચાલી રહ્યા છે. જેનાથી સાવધાન રહો.


    સનીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેમના નામનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે. એક આવી ઈવેન્ટ માટે નામનો ઉપયોગ થઈ રહ્યો છે. જેનો તે ભાગ નથી. ત્યારે આવા સમયે અભિનેત્રીનું કહેવુ છે કે, ઓર્ગેનાઈઝર અથવા કોઈ અન્ય પાસે તેમના નામનો ઉપયોગ કરીને ફેક ઈવેન્ટ કરવાની પરમિશન નથી. તેમણે ફેન્સને સચેત કર્યા છે કે, તે ન તો આ ઈવેન્ટમાં સામેલ થાય અને ન આ કાર્યક્રમ માટે કોઈ પણ પ્રકારની ફી આપે.





    આ પણ વાંચો: પલક તિવારી સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ એક્ટ્રેસિસને આપે છે માત, લેટેસ્ટ ફોટોઝે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

    ફોટો શેર કરતા સનીએ કેપ્શનમાં લખ્યું- હું આ ઈવેન્ટ સાથે જોડાયેલી નથઈ અને ન તો આ ઈવેન્ટના આયોજકોને મારુ નામ વાપરવાની જરુર છએ. આ સ્કેમમાં ફસાશો નહીં. તેની સાથે તેમણે #Scams નું હૈશહેટનો પણ ઉપયોગ કર્યો છે. સનીની આ પોસ્ટ પર કેટલાય રિએક્શન આવી રહ્યા છે.



    સની લિયોનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેની સાથે કેપ્શનમાં બતાવ્યું છે કે, થાઈલેન્ડમાં એક એવોર્ડ ફંકશન આયોજીત થવા જઈ રહ્યો છે. જેમાં જોડાવા માટે રજીસ્ટ્રેશન કરવાની જરુર છે. પોસ્ટરમાં લખ્યું છે કે, એવોર્ડ્સ ઓફ એક્સીલેંસ દ્વારા ન્યૂ ઈયરનું સેલિબ્રેશન થાઈલેન્ડમાં થવાનો છે. પોસ્ટરમાં સની લિયોનીની તસ્વીર છે. જેમાં કહેવાયું છે કે, સની લિયોની આ ઈવેન્ટનો ભાગ હશે.

    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bollywod, Sunny Leone

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन