સની લિયોનીની ZIP બંધ કરવામાં લાગ્યાં 3-3 લોકો, લોકડાઉનમાં વધી ગયુ વજન

PHOTO: @sunnyleone/Instagram

એક્ટ્રેસનો આ વીડિયો 'એમટીવી સ્પ્લિટ્સવિલા'નાં મેકઅપ રૂમમાં છે. જ્યાં એક્ટ્ર્સેની આખી ટીમ આ કામમાં લાગી ગઇ છે. વીડિયોમાં જોવા મળે છે કે, એક્ટ્રેસ વોર્ડરોબ માલફંક્શનનો શિકાર થઇ ગઇ છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું કે, 'ગાઉનને પરફેક્ટ બનાવવા માટે સેનાની જરૂર પડે છે.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ (Sunny Leone) તેનાં ફિગર અને ફિટનેસ અંગે ઘણી સતર્ક રહે છે. પણ લાગે છે કે, લોકડાઉન (Lockdown)નાં કારણે તેનું વજન વધી ગયુ છે. એક્ટ્રેસે તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર શેર કર્યો છે. જેમાં તેનાં ડ્રેસની જિપ લગાવવા માટે એક-બે નહીં પણ ત્રણ ત્રણ લોકો મથી રહ્યાં છે. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

  સની લિયોન (Sunny Leone)એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસે એક પીળા રંગનાં ગાઉન પહેરેલું થયું છે. જેમાં તે ખુબજ સુંદર લાગે છે. ખુબસૂરત ગાઉન તેણે પહેર્યું તો હતું પણ તેમાં સમસ્યા એ હતી કે, ડ્રેસની ચેઇન વખાતી ન હતી. આ સમસ્યાનું સમાધાન સનીની આખી ટીમ કરવામાં લાગી ગઇ હતી. ત્રણ ત્રણ લોકો તેનાં ગાઉનની ચેન બંધ કરવામાં લાગી હતી.
  View this post on Instagram


  A post shared by Sunny Leone (@sunnyleone)

  આ પહેલી વખત નથી કે કોઇ એક્ટ્રેસને તેનાં આઉટફિટ પહેરવામાં ઘણી મહેનત કરવી પડે છે. એક એક્ટ્રેસની જીંદગી જરાં પણ સરળ નથી.

  આપને જણાવી દઇએ કે, હાલમાં જ સની લિયોને તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે તેનાં ફેન્સને મજેદાર ચેલેન્જ આપતી નજર આવી હતી. આ વાયરલ વીડિયોમાં સની એક લાઇન બોલતી નજર આવે છે. અને આ લાઇન લોકોને વારંવાર તેજીથી બોલવાની હતી. આ ચેલેન્જ હતો કે આપ તે લાઇનને કેટલી વખત સાચી રીતે બોલી શકો છો.
  Published by:Margi Pandya
  First published: