એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક : સની તેનાં બંને દીકરા અશર અને નોહની સાથે ઘણી વખત જાહેરમાં નજર આવે છે. અને કેમેરા જોઇને પોઝ પણ આપે છે. હાલમાં જ સની લિયોન અને તેનાં બંને બાળકોનો એક વીડિયો સામે ાવ્યો છે. જેમાં તેનાં બંને દીકરાઓ કેમેરો જોઇને તેમની સામે દોડવા લાગે છે અને ત્યાં હાજર કેમેરા પર્સનને હાય કરવા લાગે છે. સની તેનાં બંને દીકરાઓની સાથે એક બિલ્ડિંગમાંથી બહાર આવે છે. અને તેની કાર તરફ જતી હોય છે આ સમયે તેને એક દીકરાનો હાથ પકડ્યો હોય છે અને બીજો દીકરો તેની તેની પાસે હોય છે. પણ બંને દીકરા જાતે જ ચાલવા માટે મથે છે.
એટલું જ નહીં કેમેરો અને કેમેરા પર્સન જોઇને તેઓ તેમની સામે દોડવા લાગે છે અને તેમને હાય પણ કરે છે. સની તેમને સંભાળતી નજર આવે છે. પણ તેમની આ ક્યૂટનેસ જોઇને તે પણ હસવા લાગે છે.
આપને જણાવી દઇએ કે, સની લિયોન ત્રણ બાળકોની માતા છે. તેણે વર્ષ 2017માં મહારાષ્ટ્રનાં લાતૂરમાંથી એખ 21 મહિનાની અનાથ બાળકીને દત્તક લીધી હતી. તેનું નામ નિશા રાખવામાં આવ્યું છે. જે બાદ 4 માર્ચ 2018નાં રોજ સની સરોગસી દ્વારા બે જોડકા બાળકોની માતા બની. જેમનું નામ અશર અને નોહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર