શોર્ટ ડ્રેસ પહેરીને સની લિયોનીએ કર્યું કાતિલાના અંદાજમાં પોતુ, ફેન્સે કહ્યું WOW

News18 Gujarati
Updated: May 6, 2020, 1:31 PM IST
શોર્ટ ડ્રેસ પહેરીને સની લિયોનીએ કર્યું કાતિલાના અંદાજમાં પોતુ, ફેન્સે કહ્યું WOW
બીજા નંબર છે કે અભિનેત્રી સની લિયોની. બોલ્ડનેશની ક્વીન સની લિયોનીએ આ લોકડાઉનના સમયે તેના ફેન્સને બોલ્ડ તસવીરો સતત મૂકીને તેના દિવાના કર્યા હતા. લોકો તેને પણ શોધી રહ્યા છે. રિસર્ચ મુજબ સનીને 31 લાખ વાર સર્ચ કરવામાં આવી છે.

સનીએ પોતુ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

  • Share this:
મુંબઇ : કોરોનાને કારણે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ ઘરોમાં કેદ છે. હાલ તેમના ઘરમાં પણ કામ કરતા લોકો આવતા ન હોવાથી તેમને પણ જાતે જ કામ કરવું પડે છે. જેથી તેઓ પોતાના ફેન્સ માટે કામ કરતા તેમના વીડિયો મુકીને લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. સની લિયોની પણ હાલ પોતાના ઘરના કામ કરી રહી છે. તેણે પોતુ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો છે જે ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.

સનિ લિયોનીએ શેર કરેલા વીડિયોમાં તે ઘણી જ સુંદર લાગી રહી છે. તેણે પોતુ કરતો વીડિયો શેર કરીને લખ્યું છે કે, Hmmmm....if I’m forced to mop, well then... #lockedupwithsunny
 View this post on Instagram
 

Hmmmm....if I’m forced to mop, well then... #lockedupwithsunny


A post shared by Sunny Leone (@sunnyleone) on


સની લિયોનીએ થોડાક દિવસ પહેલા તેની એક પેઇન્ટિંગની તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. આ સાથે સની લિયોનીએ એક વીડિયો શેર કર્યો હતો. જેમા તેનુ આખું પરિવાર પેઇન્ટિંગ બનાવતું નજરે પડી રહ્યું છે. ત્યારે આ તસવીરો ઘણી જ વાયરલ થઇ હતી. જેમા સનીના ત્રણેય બાળકો પેઇન્ટિંગમાં રંગ ભરતા નજરે પડી રહ્યા છે. વીડિયો જોઇને સ્પષ્ટ માલૂમ પડે છે કે સનીના બાળકોને પેઇન્ટિંગ બનાવવામા મજા આવી રહી છે.
સનીએ થોડા દિવસ પહેલા પોતાના જૂના દિવસોને મિસ કરી રહી હતી. સનિ પોતાની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સતત શેર કરી રહી છે. હવે સનીએ લોકડાઉન વધ્યા બાદ પોતાની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 4 મેનું સપનુ જોઇ રહી છું.


સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર ફેન્સને સતત અપડેટ્સ આપતી રહી છે. તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 33 મિલિયનથી પણ વધુ છે.
First published: May 6, 2020, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading