Home /News /entertainment /સની લિયોને પણ ઉડાવી અર્નબની મજાક, સોશિયલ મીડિયા પર પૂછ્યો સવાલ

સની લિયોને પણ ઉડાવી અર્નબની મજાક, સોશિયલ મીડિયા પર પૂછ્યો સવાલ

ટીવી એન્કરની એક ભૂલને કારણે સની લિયોની ટ્વિટર પર ટ્રેન્ડ થઇ ગઇ હતી

ટીવી એન્કરની એક ભૂલને કારણે સની લિયોની ટ્વિટર પર ટ્રેન્ડ થઇ ગઇ હતી

ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ જાહેર થઇ રહ્યાં છે દરેક બાજુ જીત અને જોશ નજર આવી રહ્યાં છે. પણ એક ન્યૂઝ એન્કરને આ જોશ મોંઘો પડી ગયો. કારણ કે ટીવી એન્કર અર્નબ ગોસ્વામીએ અપડેટ આપતા સમયે એક ભૂલ કરી દીધી હતી. પંજાબની ગુરદાસ પુર સીટથી સની દેઓલ આઘળ છે તેવો અપડેટ અપવાની જગ્યાએ તેનાં મોઢે સની લિયોન નીકળી ગયુ હતું. પછી શું થવાનું.. સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલો વાયરલ થયો કે સની
લિયોને પણ આ ટ્વિટ દ્વારા મજાક કરી લીધી.. તેણે પણ ટ્વિટર પર સવાલ કરી દીધો. 'હું કેટલાં વોટથી આગળ ચાલી રહી છું.'



સનીની આ ટ્વિટ પર તેનાં ફોલોઅર્સ કમાલનાં જવાબ આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યુ છે કે, આપ 135 કરોડ ભારતીયોનાં દિલથી આગળ ચાલી રહ્યાં છો. તો અન્ય એક યૂઝરે સનીની સેન્સ ઓફ હ્યૂમરનાં વખાણ કર્યા છે. એમ પણ સની રિઅલ લાઇફમાં પણ ઘણી મજાકીયા છે. શૂટિંગની વચ્ચે જ્યારે પણ સમય મળે છે તે ટીમ સાથે મસ્તી-મજાક કરતી રહે છે.



પ્રોફેશનલ ફ્રેન્ટની વાત કરીએ તો સની ટૂંક સમયમાં 'કોકા કોલા'નામથી આવતી હોરર કોમેડી ફિલ્મમાં નજર આવશે. 'કોકા કોલા' નામથી આવનારી આ ફિલ્મને લઇને સની ઘણી જ ઉત્સાહિત છે. તેણે ક્હયું કે, ઓડિયન્સને આ ફિલ્મ પસંદ આવશે તેનો કોઇ ફોર્મ્યૂલા મારી પાસે નથી. કહું અન્ય પ્રોજેક્ટ્સ પર વાત નથી કરતી. પણ મને આશા છે કે 'કોકા કોલા'માં મારુ કામ દર્શકોને જરૂરથી ગમશે.

આ પણ વાંચો-Lok Sabha Election 2019: EVM પર વિપક્ષની બબાલ મામલે સ્વરા ભાસ્કરની ટ્વિટ
First published:

Tags: Arnab goswami, ElectionsWithNews18, Lok sabha election 2019, Sunny Leone, Twitter, Verdict2019WithNews18