બાહુબલીને ટક્કર આપવા સની લિયોનીએ લીધો આ અવતાર..

News18 Gujarati
Updated: May 19, 2018, 3:30 PM IST
બાહુબલીને ટક્કર આપવા સની લિયોનીએ લીધો આ અવતાર..

  • Share this:
સની લિયોની એકવાર ફરી પોતાના ફેન્સને હેરાન કરવા માટે પાછી આવી છે. આ વખતે તે કોઈ ફોટોશૂટ નથી, કે ન તો આઈટમ નંબર, તેની સાઉથ ઈન્ડિયન ફિલ્મ વીરમાદેવીનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. સનીએ ખુદ પોતાના ટ્વીટર અકાઉન્ટ પરથી આ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં સની યૌદ્ધાનો અભિનય નિભાવી રહી છે. તે ઘોડા પર સવાર છે. તામિલ અને તૈલુગુ ભાષામાં બની રહેલી આ ફિલ્મ મલયાલમ, કન્નડ અને હિંદીમાં રિલીઝ કરવામાં આવશે. જો કે આ પહેલા પણ સની લીયોની સાઉથ ફિલ્મોના સોંગમાં નજર આવી ચૂકી છે. પરંતુ ફિલ્મમાં લીડ એક્ટ્રેસના રોલમાં પહેલીવાર સામે આવશે. હાલ તો આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.

ફિલ્મ સાથે જોડાયેલા પોતાના રોલ વિશે ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા સનીએ કહ્યું કે, 'તેને ઘણી તૈયારી કરવી પડી, પરંતુ આ દરમિયાન ઘણુ બધુ શીખવા મળ્યું. હવે તે આ ફિલ્મને લઈને ઘણી જ ઉત્સાહિત છે. તેને એમ પણ જણાવ્યું કે ફિલ્મ માટે તેને તામિલના ક્લાસિસ કર્યા અને સાથે સાથે લોસ એન્જલ્સ અને ભારતમાં ધોડેસવારીની ટ્રેનિંગ પણ પૂરી કરી હતી. '

કહેવામાં આવી રહ્યું કે બાહુબલીના બેઝ પર આ ફિલ્મના વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે ખુબ જ પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યાં છે. જોવું એ રહેશે કે પીરિયડ ડ્રામાં ફિલ્મ બોક્સ ઓફિસ પર શું ધમાલ મચાવે છે.
First published: May 19, 2018
વધુ વાંચો
अगली ख़बर