Home /News /entertainment /સની લિયોનીની શીખવું છે એક કામ, તમે મદદ કરશો? Video શેર કરીને માગી હેલ્પ
સની લિયોનીની શીખવું છે એક કામ, તમે મદદ કરશો? Video શેર કરીને માગી હેલ્પ
Photo : Sunny Leone Instagram
સની લિયોની (Sunny Leone) અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર એક ફની વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને ફેન્સ હસવાનું રોકી શકતા નથી. તમે પણ જુઓ સનીનો આ વીડીયો....
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની પોતાના મજેદાર અને બિંદાસ અંદાજ માટે ફેમસ છે. તેની ગ્લેમરસ તસવીરો સાથે સાથે ફની વીડિયોઝ પણ સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. આ વીડિયોઝને જોઇને તે તો ચોક્કસ કહી શકાય કે સની લિયોનીનું સેંસ ઓફ હ્યુમર કમાલની છે.
ફરી એકવાર ઇન્ટરનેટ પર એક્ટ્રેસનો એક મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની ધગસ સાથે કંઇક એવું કરવાનો પ્રયાસ કરી રહી છે, જેને કરવામાં તો તે નિષ્ફળ રહી, પરંતુ પોતાના આ અંદાજથી લોકોના ચહેરા પર સ્માઇલ લાવવાનું કામ તેણે જરૂર કરી દીધું.
હકીકતમાં, વીડિયોમાં સનીના હાથમાં એક મોટો શંખ પકડેલો જોવા મળી રહ્યો છે. વીડિયોની શરૂઆતમાં, પૂરી તૈયારી સાથે, સની રેડી બોલીને શંખ ફૂંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ શંખ ફૂંકવાને બદલે, તેની બેન્ડ વાગી જાય છે. જ્યારે સની તેના પ્રયત્નોમાં નિષ્ફળ જાય છે, ત્યારે તે મોટેથી હસવા લાગે છે, પરંતુ પ્રયાસ કરવાનું બંધ કરતી નથી. એક્ટ્રેસ શંખને એક વાર નહીં પરંતુ ત્રણ વાર ફૂંકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે નિષ્ફળ જાય છે, જે જોઇને પાછળ બેઠેલા તમામ લોકો જોરથી હસવા લાગે છે.
વચ્ચે વચ્ચે સની પણ કહે છે, 'હસશો નહીં, અવાજ શંખમાંથી આવી રહ્યો છે'. વીડિયોમાં સની લિયોનીનો આ ફની અંદાજ જોઈને જ્યાં ઘણા લોકો પોતાની હસીને કાબૂમાં રાખી શકતા નથી ત્યાં ઘણા લોકો તેને શંખનું અપમાન ગણાવી રહ્યા છે.
સની લિયોને આ વીડિયો તેના ઓફિશિયલ ઈન્સ્ટા હેન્ડલ પરથી શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'મેં વિચાર્યું હતું તેમ નથી થયું. કોઈએ મને એક દિવસ તે કેવી રીતે કરવું તે જરૂર શીખવવું પડશે. વીડિયોમાં સની લિયોનના લુકની વાત કરીએ તો તે બ્લેક કફ્તાન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. હંમેશાની જેમ, ફેન્સને સનીનો આ ક્યૂટ અને ફની અંદાજ પસંદ આવી રહ્યો છે, જ્યારે ઘણા લોકો શંખના અપમાનને લઈને ગુસ્સે છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે, 'તમે શંખનું અપમાન કેમ કરી રહ્યા છો, જ્યારે તમને ખબર નથી કે તેને કેવી રીતે વગાડવું. થોડી શરમ રાખો'.
જણાવી દઇએ કે સની લિયોની (Sunny Leone) આજકાલ એમ ટીવીના શૉ 'સ્પ્લિટ્સવિલા' હોસ્ટ કરતી જોવા મળી રહી છે. 'સ્પ્લિટ્સ વિલા'ને યુવાનો ખૂબ જ પસંદ કરે છે. આ શૉની પોપ્યુલારિટી પાછળ સની લિયોનીનો ઘણો મોટો હાથ છે. એક્ટ્રેસ વર્ષોથી આ શૉ હોસ્ટ કરી રહી છે. 'સ્પ્લિટ્સ વિલા' પર સની લિયોનીનો બિલકુલ અલગ જ અંદાજ જોવા મળે છે. તેના કો-હોસ્ટ અને શૉના કન્ટેસ્ટન્ટ્સ સાથે સનીની જુગલબંદી પણ જોવા લાયક હોય છે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર