સની લિયોને શૅર કર્યુ Ragini MMS Return-2નું સૂપર બોલ્ડ પોસ્ટર

News18 Gujarati
Updated: December 2, 2019, 4:28 PM IST
સની લિયોને શૅર કર્યુ Ragini MMS Return-2નું સૂપર બોલ્ડ પોસ્ટર
રાગિની MMS-2

ઍક્ટ્રેસ સની લિયોન (Sunny Leone) ટૂંક સમયમાં જ વેબ સીરિઝ 'રાગિની એમએમએસ રિટર્ન્સ 2' (Ragini MMS Returns Season 2)માં સ્પેશલ અપિયરન્સમાં નજર આવશે. સની લિયોનેઆ વેબ સીરીઝનું પોસ્ટર સોમવારે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યું છે.

  • Share this:
મુંબઇ: બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન ટૂંક સમયમાં જ દર્શકોની સામે આવવાની છે. આ વખતે તે ફિલ્મ નહીં પણ વેબ સિરીઝમાં દેખાશે. વર્ષ 2014માં આવેલી 'રાગીની MMS-2'એ સ્ક્રિન પર ધમાલ મચાવી દીધી. હવે સની લિયોન વેબ સીરિઝ 'રાગિની MMS રિટર્ન્સ 2'માં કામ કરવાં જઇ રહી છે. સની લિયોને આ વેબ સીરિઝનું પોસ્ટર તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કર્યું છે.
વેબ સીરિઝ 'રાગિની MMS રિટર્ન્સ 2'માં સની લિયોન ઉપરાંત ઍક્ટર વરૂણ સૂદ અને ઍક્ટ્રેસ દિવ્યા અગ્રવાલ પણ નજર આવશે. આ ફિલ્મનાં પોસ્ટરમાં આ બંનેનો બોલ્ડ સીન દર્શાવવામાં આવ્યો છે. એક્ટ્રેસ સની લિયોને ઇન્સ્ટાગ્રામ પર વેબ સીરિઝનું પોસ્ટર શૅર કરતાં લખ્યું છે કે, 'રાગિની MMS રિટર્ન-2'માં મળશે ડબલ મઝા અને ડબલ સજા. આ વખતે યૂથ સુપરસ્ટાર દિવ્યા અગ્રવાલ અને વરૂણ સૂદની સાથે.'
સની લિયોન આ વેબ સીરિઝમાં સ્પેશલ એપીયરન્સમાં નજર આવશે. આ પહેલાં સની લિયોને 'રાગિની MMS રિટર્ન્સ-2'નાં સોન્ગ 'હેલો જી'ને પણ લોન્ચ કર્યુ હતું. આ સાથે જ તેણે લખ્યુ હતું કે, 'હેલો જી, આ શિયાળામાં પણ તમને લાગશે ગરમી. આપ લોકોને ટેમ્પરેચર વધેલું લાગતુ હશે. કારણ કે, સ્ટેજ પર આગ લગાવવા આવી રહી છું.'
'રાગિની MMS રિટર્ન્સ-2' વેબ સિરીઝનું પોપ્યુલર સૉન્ગ જેનાં પર સની લિયોન ડાન્સ કરતી નજર આવે છે તે 'હેલોજી' સોન્ગ મિત બ્રધર્સે કોમ્પોઝ કર્યુ છે.
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर