VIDEO: સની લિયોન બોલી સની દેઓલનો ફેમસ ડાયલૉગ, લોકોએ પાડી તાળીઓ

News18 Gujarati
Updated: December 13, 2019, 10:32 AM IST
VIDEO: સની લિયોન બોલી સની દેઓલનો ફેમસ ડાયલૉગ, લોકોએ પાડી તાળીઓ
સની લિયોન સની દેઓલનાં જ અંદાજમાં 'ઢાઇ કિલો કા હાથ' વાલો ડાયલૉગ બોલે છે જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે

સની લિયોન સની દેઓલનાં જ અંદાજમાં 'ઢાઇ કિલો કા હાથ' વાલો ડાયલૉગ બોલે છે જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે

  • Share this:
મુંબઇ: એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બૉલિવૂડમાં એક્ટ્રેસ બનવાની સફર કરનારી સની લિયોન (Sunny Leone) તેનાં વીડિયો અને મસ્તીને કારણે લોકોનાં દિલમાં રાજ કરે છે. સનીની ફિલ્મો ભલે બૉક્સ ઑફિસ પર કમાલ ન કરે પણ તે હમેશાં કોઇને કોઇ કારણે ચર્ચામાં તો રહે જ છે. હાલમાં જ સની લિયોનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઍક્ટર સની દેઓલનો પ્રખ્યાત ડાયલૉગ 'ઢાઇ કિલો કા હાથ' સની દેઓલનાં જ અંદાજમાં બોલતી નજર આવે છે. સનીનાં મોઢે આ ડાયલૉગ સાંભળીને ઑડિયન્સ તાળીઓ વગાડવા લાગે છે.

આ પણ વાંચો- ઇશા અંબાણીનાં લગ્નને થયું એક વર્ષ, કિંગ ખાન અદા કરી હતી આ રસમ

સની લિયોનનો આ વીડિયો માનવ મંગલાનીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોન કોઇ ઇવેન્ટમાં સ્ટેજ પર નજર આવી રહી છે. અને આ સમયે તે ડાયલૉગ બોલે છે. હાલમાં સની લિયોન એકતા કપૂરની અપકમિંગ વેબ સિરીઝ 'રાગિની એમએમએસ રિટર્ન્સ'ને લઇને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનાં ગીતો 'હેલો જી'નું ટીઝર રિલીઝ થયુ છે. જેમાં સની તેનાં બોલ્ડ અવતારથી લોકોને દિવાની બનાવી રહી છે.





આ પણ વાંચો- દીપિકા પાદુકોણે કર્યો ખુલાસો, કહ્યું ક્યા ક્રિકેટરને કરે છે સૌથી વધુ પસંદ

આ પહેલાં પણ રાગિની એમએમએસ ફ્રેન્ચાઇઝીની ફિલ્મોમાં સની લિયોન તેનાં પરફોર્મન્સથી લોકોનાં મનમાં વસી ગઇ છે.
First published: December 13, 2019, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading