Home /News /entertainment /સની લિયોને 11મી વેડિંગ એનિવર્સરી પર ખોલ્યું રહસ્ય, કહ્યું કેવી તંગીના દિવસોમાં થયા હતા એક
સની લિયોને 11મી વેડિંગ એનિવર્સરી પર ખોલ્યું રહસ્ય, કહ્યું કેવી તંગીના દિવસોમાં થયા હતા એક
સની લિયોન મેરેજ એનિવર્સરી
Sunny Leone 11th wedding anniversary : 11 વર્ષ પહેલા સની લિયોન (Sunny Leone) અને ડેનિયલ વેબર (daniel weber) એક થયા હતા. સની લિયોને ઘણી ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રો નોહ, અસાર અને એક પુત્રી નિશા. નિશાને અભિનેત્રીએ દત્તક લીધી છે.
Sunny Leone 11th wedding anniversary : સની લિયોન (Sunny Leone) ને બોલિવૂડમાં પદાર્પણ કર્યાને એક દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો છે અને એવું કહેવું ખોટું નહીં હોય કે તેણે ગ્લેમર, ખ્યાતિ દ્વારા સિનેમાની આ નાની દેખાતી દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અભિનેત્રી હોવા ઉપરાંત, સની લિયોન ડેનિયલ વેબરની પત્ની અને ત્રણ સુંદર બાળકોની માતા પણ છે. 9 એપ્રિલ સની-ડેનિયલ માટે ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે બંનેએ સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. સની-ડેનિયલના લગ્નને 11 વર્ષ પુરા થયા છે. લગ્નના 11 વર્ષ પૂરા થવા પર, સનીએ એક ખાસ તસવીર શેર કરી (Sunny Leone share throwback pic of her wedding) અને જણાવ્યું કે તે સમયે તે કેવી તંગિીનો સામનો કરી રહ્યા હતા અને તે સમયે બંને એક થયા હતા.
કહેવાય છે કે સમય બદલાતા વધુ સમય નથી લાગતો, લગ્ન પછી સની લિયોન અને ડેનિયલ વેબર એક થયા, પછી તેમને આ વાતનો અહેસાસ થયો. લગ્નના 11 વર્ષ બાદ સની લિયોને ખોલ્યું તે રહસ્ય જે તેમના સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેણે જણાવ્યું કે કેવી રીતે તે લગ્ન દરમિયાન તંગીની સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા અને લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે તેમણે લોકોની ગિફ્ટ અને કવર પણ ખોલ્યા હતા.
સની લિયોને પોતાની જૂની યાદો તાજી કરી
સની લિયોને તેના લગ્નની 11 વર્ષ જૂની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે તેણે લખ્યું- 'લગ્નને 11 વર્ષ થયા છે. એક સમય હતો જ્યારે અમારી પાસે પૈસા ન હતા. 50 થી ઓછા મહેમાનો આવ્યા હતા અને અમે તેમના સ્વાગત ખર્ચ માટે કવર પણ ખોલી દીધા હતા. ફૂલોની ગોઠવણ ખોટી પડી હતી. દારૂ પીને લોકો કંઈ પણ બોલતા હતા. અમારા લગ્નની કેક ખૂબ જ ખરાબ હતી. હવે ત્યાંથી અમે કેટલાક દૂર આવ્યા છીએ? અમારા પ્રેમ વિના આ શક્ય ન હોત. મને અમારા લગ્નની વાતો યાદ છે. હેપ્પી એનિવર્સરી બેબી.'
ફેન્સે પ્રેમ વરસાવ્યો
તેણે પોતાની આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ ફેન્સ તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા. એક પ્રશંસકે લખ્યું, 'તમે બંને સૌથી સુંદર હૃદયવાળા સૌથી સુંદર વ્યક્તિ છો.' અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'સુંદર કપલ.'
ડેનિયલ વેબરે એક સુંદર પોસ્ટ શેર કરી છે
ડેનિયલ વેબરે પણ એક તસવીર શેર કરી છે અને સની લિયોનીને 11મી વેડિંગ એનિવર્સરી પર અભિનંદન પાઠવ્યા છે. તેણે એક તસવીર શેર કરીને લખ્યું- 'હેપ્પી એનિવર્સરી સની લિયોન. આટલા બધા સમય બાદ હું માત્ર એક જ નિષ્કર્ષ પર આવ્યો છું કે હું 99% 'સાચો' છું!!!
સની લિયોન ત્રણ બાળકોની માતા છે
તમને જણાવી દઈએ કે સની લિયોને ઘણી ફિલ્મો સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેમને ત્રણ બાળકો છે, બે પુત્રો નોહ, અસાર અને એક પુત્રી નિશા. નિશાને અભિનેત્રીએ દત્તક લીધી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર