બેંગલુરુઃ કર્ણાટક સરકારે નવા વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વિરોધ બાદ બોલિવૂડ અભિનેત્રી સની લિયોનને બોલાવવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરી દીધો છે. કર્ણાટકા રક્શના વેદીકે (KRV) અને અન્ય સંસ્થાઓ દ્વારા 31મી ડિસેમ્બરે યોજાનાર કાર્યક્રમમાં સનીને બોલાવવાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમની દલીલ હતી કે સની લિયોનને બોલાવવી એ રાજ્યની સંસ્કૃતિ પર હુમલો ગણાશે. આથી સરકારે બેંગલુરુ કે રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ 31મી ડિસેમ્બરની ઉજવણીના કાર્યક્રમમા સનીના કાર્યક્રમને મંજૂરી નથી આપી.
છેલ્લા એક અઠવાડિયાથી KRVના કાર્યકરો બેંગલુરમાં સનીના વિરોધમાં રેલી અને દેખાવો કરી રહ્યા છે.
આ અંગે વાત કરતા કર્ણાટકના ગૃહમંત્રી રામાલિંગા રાજુએ કહ્યું હતું કે, 'મેં તંત્રને સૂચના આપી છે કે આવી કોઈ ઇવેન્ટને મંજૂરી આપવામાં ન આવે. સનીને અહીં ન બોલાવો. લોકો આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે. આયોજકોને કન્નડ સંસ્કૃતિ અંગે કોઈ કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, જે આપણી વિરાસત છે.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર