Home /News /entertainment /સની લિયોને અડધી રાત્રે નિર્જન રસ્તા પર લુંગી પહેરીને કર્યો મસ્તીભર્યો ડાન્સ, VIDEO જોઈ દિલ ખુશ થઈ જશે
સની લિયોને અડધી રાત્રે નિર્જન રસ્તા પર લુંગી પહેરીને કર્યો મસ્તીભર્યો ડાન્સ, VIDEO જોઈ દિલ ખુશ થઈ જશે
સની લિયોને અડધી રાત્રે નિર્જન રસ્તા પર લુંગી પહેરીને કર્યો મસ્તીભર્યો ડાન્સ
સની લિયોન (Sunny Leone) ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા (Social Media) પર પણ એક્ટિવ રહે છે. સનીએ લગભગ 20 કલાક પહેલા આ વીડિયો શેર કર્યો હતો, જેના પર 2.5 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે
મુંબઈઃ સની લિયોન (Sunny Leone) ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા (Social Media) પર પણ એક્ટિવ રહે છે. તે હંમેશા ચાહકો સાથે વાતચીત કરવા માટે કોઈને કોઈ બહાનું શોધે છે. સની લિયોન ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી અને ઘણી વખત તેમના માટે ઈન્સ્ટાગ્રામ પર તેના ડાન્સ વીડિયો પોસ્ટ કરે છે. તેણે હવે તેનો વધુ એક ડાન્સ વીડિયો શેર કર્યો છે, જેમાં તે લુંગી ડાન્સ (Sunny Leone Lungi Dance) કરતી જોવા મળી રહી છે.
ખાલી રસ્તા પર લુંગી પહેરીને ડાન્સ કર્યો
વીડિયોમાં સની રાત્રે લુંગી પહેરીને ડાન્સ કરતી જોવા મળી રહી છે. તે ખાલી રસ્તા પર તેના આકર્ષક ડાન્સ મૂવ્સ બતાવી રહી છે. નેટીઝન્સ તેની સ્ટાઈલને પસંદ કરી રહ્યા છે. તેઓ કોમેન્ટ કરીને એક્ટ્રેસ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
સનીનો આ વીડિયો તેના આગામી પ્રોજેક્ટ 'ઓહ માય ઘોસ્ટ'ના સેટનો છે, જેનું શૂટિંગ ચેન્નાઈમાં થઈ રહ્યું છે. વીડિયો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ચેન્નાઈમાં 'ઓહ માય ઘોસ્ટ'ના સેટ પરથી મારો ફેવરિટ શો. તમને અમારો લુંગી ડાન્સ પસંદ આવ્યો?'
ડાન્સના થઈ રહ્યા વખાણ
સની લિયોનીના ચાહકો તેના દરેક કાર્ય પર પોતાનો જીવ રેડે છે. આ વીડિયોને જોઈને ફેન્સનો પ્રેમ વધી જાય છે. સનીએ લગભગ 20 કલાક પહેલા આ વીડિયો શેર કર્યો હતો, જેના પર 2.5 લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, સની માત્ર દેખાવમાં જ સુંદર નથી, તે એક સારી ડાન્સર અને અભિનેત્રી પણ છે.
વીડિયોમાં સની (Sunny Leone Dance Video) લુંગી પહેરીને ઘણા લોકો સાથે ડાન્સ કરી રહી છે. અભિનેત્રી ગુલાબી શર્ટ અને વાદળી લુંગી પહેરેલી જોવા મળે છે. તેણે ટપોરીની જેમ ગળામાં રૂમાલ બાંધ્યો છે. ડાન્સમાં એક્ટ્રેસની મૂવ્સ અને એનર્જી જોવા જેવી છે. એક યુઝરે લખ્યું, 'સ્ટ્રોંગ પરફોર્મન્સ' અને બીજો તેની સુંદરતાના વખાણ કરે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર