એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની બેબી ડોલ એક્ટ્રેસ સની લિયોન (Sunny Leone) ઘણી વખત સોશિયલ મીડિયા પર તેનાં પરિવારની તસવીર શેર કરે છે. અવાર નવાર તે કોઇને કોઇ લેટેસ્ટ અપડેટ ફેન્સની સાથે શેર કરતી રહે છે. પણ જ્યારે તે તેનાં બાળકો નિશા, નૂહ અને અશ સાથેની તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સ તેમનાં પર ખુબ બધો પ્રેમ વરસાવે છે. આ વચ્ચે મુંબઇ એરપોર્ટ પર સનીનાં બાળકોની મુલાકાત પિતા સાથે થઇ છે. પિતા ડેનિયલ વેબર (Daniel Weber)ને આપી તેનાં બાળકો તેને વળગી પડે છે. સની લિયોન ગત કેટલાંયે દિવસોથી કેરળમાં હતાં અને લાંબા સમય બાદ તેની બાળકોની મુલાકાત તેમનાં પિતા સાથે થઇ રહી છે.
વીડિયોની ક્લિપમાં સનીની દીકરી નિશા તેનાં પિતાને મળીને તેમની તરફ દોડતી નજર આવે છે. અને પછી તેનાં ગાલ પર કિસ કરતી રહે છે. સાથે જ નૂહ અને અશર વીડિયોમાં નિશાને ફોલો કરતાં દેખાય છે. સની લિયોન તેનાં પિતાનાં ગળે લાગતા તેનાં બાળકોની પાછળ ઉભી છે. સની ધૈર્યપૂર્વક તેનો વારો આવવાનો ઇન્તેઝાર કરી રહ્યો હતો. ફેન્સ આ વીડિયો પર લાઇક્સનો વરસાદ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું છે, 'આ પ્રેમ, શુદ્ધ અને શરત વગરનો છે.' એક અન્ય ફેને લખ્યું છે, 'આ એટલો સુંદર છે કે દિલ ખુશ થઇ ગયું.' અન્ય એક લખે છે, 'આ કેટલો ક્યૂટ છે.'
ઉલ્લેખનીય છે કે, 'સની અને તેનાં પતિ ડેનિયલ વેબરે 2017માં મહારાષ્ટ્રનાં લાતૂરનાં એક ગામથી નિશાને ખોળામાં લીધી. તેનું નામ નિશા કૌર વેબર રાખ્યું હતું. નિશા તે સમયે 21 મહિનાની હતી. નિશા તેનાં પરિવારનો હિસ્સો બની ગઇ છે. આગામી વર્ષે માર્ચ 2018માં સની અને ડેનિયલ સરોગસીથી જોડકા દીકરાને જન્મ આપ્યો. સનીનાં દીકરાઓનું નામ અશર અને નોહા સિંહ વેબર છે.'
આપને જણાવી દઇએ કે, સની ઇન્સ્ટાગ્રામ પર તેની પરફેક્ટ ફેમિલીની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં તેણે જે વીડિયો શેર કર્યો છે તેમાં તેનાં ત્રણ બાળકો તેનાં પર પાણીમાં રમતા નજર આવે છે. તેણે આ કેપ્શન આપ્યો, 'રવિવાર જેવો હોય.'
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સની લિયોન સ્પ્લિટ્સવિલા સિઝન 13 માટે રણવિજય સિંઘા સાથે શૂટિંગ કરી રહી છે. છેલ્લે તે, કરિશ્મા તન્નાની સાથે વેબ સીરીઝ બૂલેટમાં નજર આવી હતી. આ સીરીઝ હવે એમએક્સપ્લેયર પર સ્ટ્રીમિંગ કરી રહ્યાં હતાં. સની ની કિટીમાં 10 એપિસોડની વેબ સીરીઝ અનામિકા છે. વિક્રમ ભટ્ટે વેબ સીરીઝને ડિરેક્ટ કરી છે.