સનીએ શૅર કર્યો નવો વીડિયો લખ્યું, 'ડબલ મઝા કરાવવા આવી રહી છુ'

News18 Gujarati
Updated: November 23, 2019, 5:04 PM IST
સનીએ શૅર કર્યો નવો વીડિયો લખ્યું, 'ડબલ મઝા કરાવવા આવી રહી છુ'
વીડિયોમાં સની વધુમાં કહે છે કે,'આ ચમક અને ધમકની મજા ડબલ કરાવવા હું આવી રહી છું.'

વીડિયોમાં સની વધુમાં કહે છે કે,'આ ચમક અને ધમકની મજા ડબલ કરાવવા હું આવી રહી છું.'

  • Share this:
મુંબઇ: સની લિયોન જે પણ કરે છે તે વાયરલ થઇ જાય છે. હાલમાં જ તેની નવી ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયુ છે. આ ટ્રેલરની સનીએ પોતે તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર શૅર કર્યું છે. સનીએ રાગીની એમએમએસ રિટર્નનો વીડિયો શૅર કર્યો છે. અને સાથે જ તેની સાથે લખ્યુ છે કે, હવે ફરી એકવખત રાગિની સિરીઝમાં જોવા મળીશ તમને.

આ વીડિયો શૅર કરતાં જ તેણે લખ્યું છે કે, '#RaginiMMSReturns?? આ શક્ય જ નથી! આ વીડિયોમાં સની કહે છે કે, ‘આટલી ચમક, આટલી ધમક, પણ ખરી મજા ત્યારે આવશે જ્યારે આ ચમકમાં થોડું નમક આવશે.' આ વીડિયોમાં સની વધુમાં કહે છે કે,'આ ચમક અને ધમકની મજા ડબલ કરાવવા હું આવી રહી છું.'

આ વીડિયોમાં આખરે સનીએ કહ્યું છે કે, 'સની વગર રાગિની, શક્ય નથી..' એનાથી એટલું સ્પષ્ટ છે કે સની લિયોની ફરી એકવાર આવનારી રાગિની સિરીઝમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, સની લિયોની વેબ સિરીઝ 'રાગિની એમએમએસ રીટર્ન' માં જોવા મળશે. આ બીજી સીઝન છે. તેમાં વરૂણ સૂદ અને દિવ્યા અગ્રવાલ ભૂમિકા ભજવશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની છેલ્લે 'અર્જુન પટિયાલા'માં જોવા મળી હતી. આ સિવાય તેણે 'મોતીચુર ચકનાચુર' ફિલ્મનું એક આઇટમ નંબર કર્યું છે. તેમજ તેની સાઉથ ફિલ્મ વીરમાદેવી પર તે હાલમાં કામ કરી રહી છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 28 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે.
First published: November 23, 2019, 5:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading