હવે ત્રણ બાળકોની મા બની ચૂકી છે સની લિયોન, જુઓ તસવીરો

સની લિયોન અને તેમનાં હસ્બંડ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોનાં પેરેન્ટ્સ બની ચુક્યા છે

સની લિયોન અને તેમનાં હસ્બંડ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોનાં પેરેન્ટ્સ બની ચુક્યા છે

 • Share this:
  મુંબઇ: બોલિવૂડની સેક્સી અને સુંદર એક્ટ્રેસ સની લિયોન હવે ત્રણ બાળકોની માતા બની ચુકી છે. જીહાં, સની લિયોન અને તેમનાં હસ્બંડ ડેનિયલ વેબર હવે ત્રણ બાળકોનાં પેરેન્ટ્સ બની ચુક્યા છે. સની લિયોનીએ તેની આ તસવીરો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે.અને તેની માહિતી પણ આપી છે.

  સની લિયોનીએ સોશિયલ મીડિયા પર આ વિશે વાત પણ કરી છે. હવે તેની ફેમિલીમાં બે જોડકા દીકરા શામેલ થઇ ગયા છે. જેમનાં નામ પણ પાડી દેવામાં આવ્યાં છે. તેનાં એક દીકરાનું નામ અશર સિંહ વેબર છે અને બીજાનું નામ નોરા સિંહ વેબર છે. સનીએ તેનાં બંને બાળકો સાથેની તસવીર શરે કરી છે. જેની સાથે દીકરી નિશા કૌર વેબર પણ છે. આ સાથે જ વેબર પરિવાર આખો એક સાથે નજર આવે છે.
  સની લિયોનીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, પ્રભુનો પ્લાન! 21 જૂન 2017નાં રોજ મને માલૂમ થયુ કે થોડા જ સમયમાં તેનાં પરિવારમાં 3 બાળકો હશે. અમે પરિવાર અંગે વિચાર્યું અને આટલાં વર્ષો બાદ હવે અમારો પરિવાર સંપૂર્ણ થઇ રહ્યો છે. અમારા દીકરાઓ થોડા અઠવાડિયા પહેલાં જ જન્મ્યા છે. પણ અમારી ઓંખો અને દિલમાં તે ઘણાં વર્ષોથી છે. ઇશ્વરે અમારા માટે કંઇક ખાસ પ્લાન કરી રાખ્યું હતું. અને અમે એક મોટુ પરિવાર આપ્યુ છે. અમે બંને હવે ત્રણ બાળકોનાં પ્રાઉડ પેરેન્ટ બની ગયા છીએ. આ પોસ્ટનાં અંતમાં સની લિયોને Surprise Everyone લખ્યું છે.

  જોકે સનીએ તની પોસ્ટમાં બાળકોનાં જન્મ અંગે કંઇજ સ્પષ્ટતા કરી નથી. પણ અનુમાન લગાવીએ તો આ બાળકો સરોગસીની મદદથી આવ્યા છે. આપને જણાવી દઇએ કે સની અને ડેનિયલે થોડા સમય પહેલાં જ મહારાષ્ટ્રનાં લાતૂરમાંથી એક બે વર્ષની દીકરી દત્તક લીધી હતી. જેનું નામ નિશા કૌર વેબર છે.
  Published by:Margi Pandya
  First published: