સની લિયોન પર લાગ્યો 29 લાખનાં ફ્રોડનો આરોપ, ક્રાઇમ બ્રાન્ચે કરી પૂછપરછ

PhOTO: Sunnay leone/Instagram

કેસની વાત કરતાં પેરુમબવૂરનાં ઇવેન્ટ કોર્ડિનેટર આરસ શિયાસીએ સની લિયોન પર આરોપ લગાવ્યો છે કે, એક્ટ્રેસે વર્ષ 2016માં 12 ઇવેન્ટ માટે 29 લાખ રૂપિયા લીધા હતાં અને તેણે હજુ સુધી એક પણ ઇવેન્ટ અટેન્ડ કરી નથી.

 • Share this:
  મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની મુશ્કેલીઓ વધી રહી છે. કેરળમાં તે પરિવાર સાથે રજાઓ ગાળી રહી છે ત્યાં તેનાં પર 29 લાખ રૂપિયાનાં ફ્રોડનો આરોપ લાગ્યો છે. આ મામલે કેરળ ક્રાઇમ બ્રાન્ચે એક્ટ્રેસની પૂછપરછ પણ કરી છે. કહેવાય છે કે, સનીએ તપાસ એજન્સીની સામે પોતાનો પક્ષ મુક્યો છે. અને પોતાને નિર્દોષ ગણાવી છે.

  કેસની વાત કરતાં પેરુમબવૂરની ઇવેન્ટ કોર્ડિનેટર આરસ શિયાસીએ સની લિયોન પર આરોપ લગાવ્યો છે કે, એક્ટ્રેસે વર્ષ 2016થી 12 ઇવેન્ટમાં ભાગ લેવા માટે 29 લાખ રૂપિયા લીધા હતાં. પણ તે એકપણ ઇવેન્ટમાં હાજર રહી ન હતી. પોતાનાં આરોપોન વિશ્વસનીયતા વધારવા આર. શિયાસએ તપાસ એજન્સીની સામે તમામ દસ્તાવેજ મુક્યા હતાં જેમાં પૈસાની લેવડ-દેવડનાં તમામ ડોક્યૂમેન્ટ્સ અને પૂરાવા હાજર હતાં.

  આ ફરિયાદ પર એક્શન લેતા હવે કેરળ ક્રાઇમ બ્રાન્ચે સની લિયોનથી સવાલ જવાબ કર્યા છે. તો અલગ જ કહાની સામે આવી છે. સનીએ જણાવ્યું કે, તેણે પૈસા લીધા હતાં પણ ફક્ત પાંચ વખત. તો એક્ટ્રેસે ઇવેન્ટમાં ન જવા મામલે તેનો પક્ષ મુકતા કહ્યું હતું કે, મેનેજમેન્ટ તરફથી તેમની ઇવેન્ટ સતત પોસ્ટપોર્ન કરવામાં આવી હતી. સનીએ કહ્યું કે, તે હાલમાં પણ ઇવેન્ટ અટેન્ડ કરવાં તૈયાર છે. જો તેમને પહેલેથી કોઇ ફિક્સ તારીખ આપવામાં આવે તો. હવે સીનીની આ દલીલો પર ફરિયાદ કર્તાં શું તર્ક મુકે છે તેનાં પર સૌની નજર રહેશે.
  View this post on Instagram


  A post shared by Sunny Leone (@sunnyleone)


  આપને જણાવી દઇએ કે, ગત મહિને પરિવાર સાથે રજાઓ ગાળવાં સની કેરળ આવી હતી. અહીં કોઇ પ્રાઇવેટ ચેનલ સાથે શૂટિંગ પણ તેણે કર્યું હતું. આ કારણે એક્ટ્રેસ Poovar Islandની એક રિઝોર્ટમાં રોકાયેલી છે. તેની સાથે પતિ ડેનિયલ અને બાળકો નિશા-અશર નોઆહ પણ આવ્યાં છે. તે અઙીં એક મહિના સુધી રોકાવાની છે.
  Published by:Margi Pandya
  First published: