છેલ્લા થોડા દિવસોથી રેપ કેસ મામલે આખુ બોલિવૂડ એકજુટ થઈને સામે આવ્યું છે. ત્યારે અભિનેત્રી સની લિયોનીએ પણ આવા કેસને લઈને એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દિકરી નિશા સાથેની એક તસ્વીર પોસ્ટ કરી છે.
આ તસવીરમાં સનીએ પોતાની દિકરીને જેકેટમાં છુપાવી દીધી છે. સનીએ આ સાથે લખ્યું કે, હું પ્રોમિશ કરૂ છું કે મારૂ દિલ, આત્મા અને બધુ જ તારા માટે છે. દુનિયાની દરેક ખરાબ વસ્તુઓથી તને બચાવવા માટે હું મારો જીવ પણ આપી દઈશ. ખરાબ લોકો વિરૂધ દુનિયામાં દરેક બાળકને સુરક્ષાનો અહેસાસ થવો જોઈએ. આવો આપણે આપણા બાળકોને આપણાથી થોડા નજીક લાવીએ. જેથી તે કોઈ પણ કિંમત પર સુરક્ષિત રહે.
જણાવી દયે કે સની લિયોનીને ત્રણ બાળકો છે. દિકરી નિશા કોર વેબરને સનીએ ગોદ લીધી છે. જે બાદ સનીએ સરોગેસીથી જુડવા બાળકોને જન્મ આપ્યો છે. જેનું નામ અશર અને નોઆ છે. સની હંમેશા ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળકોનો ફોટો શેર કરતી રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર