Home /News /entertainment /સની લિયોન આજે પણ આ જૂનો ઈન્ટરવ્યુ યાદ કરીને પરેશાન થઈ જાય છે, હવે કર્યો ખુલાસો

સની લિયોન આજે પણ આ જૂનો ઈન્ટરવ્યુ યાદ કરીને પરેશાન થઈ જાય છે, હવે કર્યો ખુલાસો

ઈન્ટરવ્યુને યાદ કરતાં સની કહે છે, “મને લોકોનું વર્તન જોઈને ખુબ દુઃખ થયું હતુ

તે ઈન્ટરવ્યુને યાદ કરતાં સની (sunny leone) કહે છે, “મને લોકોનું વર્તન જોઈને ખુબ દુઃખ થયું હતુ. જ્યાં મારો ઈન્ટરવ્યુ લેવાઈ રહ્યો હતો ત્યાં ઘણા લોકો બેઠા હતા. હું તેમની પાસે ગઈ અને તેમને કહ્યું, 'શું મેં તમને દુઃખ પહોંચાડ્યું છે? જો તમને લાગ્યું કે તેમનો પ્રશ્ન ખોટો છે, તો તમારે તેમને રોકવા જોઈતા હતા

વધુ જુઓ ...
પોતાના ડાન્સ મૂવ્સથી બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવનાર અભિનેત્રી સની લિયોન (sunny leone) નો ભૂતકાળ ઘણી વાર તેની સામે આવીને ઊભો થઈ જાય છે. જ્યારે સનીને ભૂતકાળ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે વધુ નારાજ થઈ જાય છે. આવી જ એક ઘટના વર્ષ 2016માં બની હતી જ્યારે એક અંગ્રેજી ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકારે તેમને અશ્લીલ સવાલો પૂછ્યા હતા. જ્યારે આ ઈન્ટરવ્યુ (sunny leone interview 2016)  પ્રસારિત થયો ત્યારે પત્રકારની ભારે ટીકા થઈ હતી. તે સમયે લોકોએ સનીને સપોર્ટ કર્યો હતો. અભિનેત્રીને આજે પણ આ વાત યાદ છે.

'હું હજી એ જ સની છું'

સની લિયોને તાજેતરમાં બોલિવૂડ બબલને આપેલા તેના ઇન્ટરવ્યુ (Sunny Leone Latest Interview) માં કહ્યું હતું કે, જ્યારે તેને સ્ટુડિયોમાં આવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર કોઈએ તેનો વિરોધ કર્યો ન હતો. સનીએ આગળ કહ્યું, 'આવા લોકો થોડા વર્ષો પહેલા સુધી મને નફરત કરતા હતા. જ્યારે હું ટીવી શોમાં દેખાઈ ત્યારે મારી ટીકા થઈ. પણ હવે બધું બદલાઈ ગયું છે. લોકોએ મને સ્વીકારી છે. હું હજુ પણ એ જ વ્યક્તિ છું જે હું ત્યારે હતી. પણ એ વખતે મને બહુ ખરાબ લાગ્યું હતુ. મારા માટે અવાજ ઉઠાવનારા તમામની હું આભારી છું.

લોકોના વર્તનથી સનીને દુઃખ થયું હતું

તે ઈન્ટરવ્યુને યાદ કરતાં સની કહે છે, “મને લોકોનું વર્તન જોઈને ખુબ દુઃખ થયું હતુ. જ્યાં મારો ઈન્ટરવ્યુ લેવાઈ રહ્યો હતો ત્યાં ઘણા લોકો બેઠા હતા. હું તેમની પાસે ગઈ અને તેમને કહ્યું, 'શું મેં તમને દુઃખ પહોંચાડ્યું છે? જો તમને લાગ્યું કે તેમનો પ્રશ્ન ખોટો છે, તો તમારે તેમને રોકવા જોઈતા હતા. તમે લોકો આટલા વર્ષોથી સાથે કામ કરી રહ્યા છો અને કોઈને નથી લાગતું કે તેમને આવા પ્રશ્નો પૂછવાથી રોકવા જોઈએ."

ઇન્ટરવ્યુ છોડવા માંગતી હતી

સની લિયોન જણાવે છે કે, જ્યારે તે ભારત આવી ત્યારે તેને શરૂઆતના 3-4 વર્ષ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે ઈન્ટરવ્યુ વિશે સની કહે છે, 'મને લાગતું હતું કે જો કોઈ વ્યક્તિ મોટી હોય તો આપણે હંમેશા તેનું સન્માન કરવું જોઈએ. તેથી જ હું ત્યાં જ બેસી હતી. હું તે ઇન્ટરવ્યુ સમાપ્ત કરવા માંગતી હતી. હું લગભગ ઉઠવાની જ હતી, પણ તેણે કહ્યું ના.. ના.. ના બેસો, તેથી હું ત્યાં જ બેસી રહી.

આ પણ વાંચોSunny Leone ની સંઘર્ષ કહાની: આ વ્યક્તિ પોર્ન ઈન્ડસ્ટ્રીમાં લઈ ગયો, પૈસા માટે સવારે પેપર વેચવા જતી

'મધુબન' ગીત પર વિવાદ

બાય ધ વે, અત્યારે પણ ઘણા લોકો એવા છે જેમણે સની લિયોનીને સ્વીકારી નથી. 'મધુબન' ગીત માટે તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના મથુરામાં સંતોએ સની લિયોનના આ નવા વીડિયો આલ્બમ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. સંતોએ સની લિયોન પર તેના ડાન્સને 'અશ્લીલ' કહીને હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે.
First published:

Tags: Actress sunny leone, Bollywood Latest News, Sunny Leone