Love Story : ઘણા અફેર પછી આ વ્યક્તિ પર કેવી રીતે આવ્યું સની લિયોનીનું દિલ?

News18 Gujarati
Updated: June 11, 2018, 12:01 AM IST
Love Story : ઘણા અફેર પછી આ વ્યક્તિ પર કેવી રીતે આવ્યું સની લિયોનીનું દિલ?

  • Share this:
પાછલા વર્ષે જે વ્યક્તિને ભારતીય ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી, તે સની લિયોની હતી. તેના જીવનમાં ઘણા બધા પુરૂષો આવ્યા અને ગયા. ઘણા બધા સંબંધો બન્યા-બગડ્યા. જોકે બોરિંગ બની ગયેલા જીવનમાં એક દિવસ કોઈએ દિલના દરવાજા પર દસ્તક કરી, તે શખ્સે સનીના જીવનમાં એન્ટ્રી તો અજીબો ગરીબ રીતે લીધી પરંતુ તે જીવનના કેનવાસ પર ઈન્દ્રધનુષની જેવી બની ગઈ.

સની હાલમાં 37 વર્ષની છે. 18 વર્ષની ઉંમરમાં પ્રથમ વખત તેની ફોટો પ્લેબોય મેગેજીન કવર પર પ્રકાશિત થઈ. તે સમયે તેને એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. ત્યારે તેના પેરેન્ટ્સને ખબર નહતી કે, તે શું કરી રહી છે. આની જાણકારી લગભગ એક વર્ષ પછી તેમના ઘરે ત્યારે પડી જ્યારે પ્લેબોયનો એક એવોર્ડ મળ્યો અને તેમા મોટી રકમ પણ મળી, તેમની માં ખુબ જ નારાજ થઈ. પિતા ખુબ જ તણાવમાં આવી ગયા. ભારત સાથે જોડાયેલ તારના કારણે તેમના માટે આ સમાચાર ખુબ જ કષ્ટપૂર્ણ હતા કે, તેમની પુત્રીએ કઈ તરફ વધી ગઈ છે. ઘરમાં ખુબ જ કંકાસ ઉભો થયો, પરંતુ સની આગળ ઘરના સભ્યોએ હથિયાર નાંખી દીધા. પિતાએ કહી દીધું કે, જે કરવું હોય તે કરો અમે કરી પણ શું શકીએ છીએ. કેનેડના સિખ અને ભારતીય સમુદાય દ્વારા તો તેમનું બોયકોટ જ કરી દેવામાં આવ્યું, કેમ કે તેમની નજરમાં તે ભારતીય સંસ્કૃતિનું અપમાન કરી રહી હતી.

નોકરી માટે ખાધા ઘણા ધક્કા

સનીના પિતા પંજાબના હતા. તેમને ઘણો લાંબો સમય દિલ્હીમાં વિતાવ્યો હતો. જ્યારે માં હિમાચલની રહેવાસી હતી. માં-પિતાએ સારા જીવન અને રોજી-રોટી માટે કેનેડા જવાનો નિર્ણય લીધો. ત્યાં જ સની પેદા થઈ. તેમનું અસલી નામ છે કરનજીત કૌર વોરા. જોકે એડલ્ટ ફિલ્મો તરફ ગયા પહેલા તેમને ઘણી રીતના કામ કર્યા હતા. પહેલા એક જર્મન બેકરીમાં કામ કર્યું. પછી એક ટેક્સ ફર્મમાં નોકરી કરી. ત્યાર બાદ નર્સિંગનું અભ્યાસ પરંતુ અંતે તે ગઈ એક એવા કરિયર તરફ કે આજે પણ અમેરિકા અને કેનેડામાં રહેનાર ભારતીય પરિવાર આના વિશે સ્વપ્નામાં પણ વિચારતા નથી.પ્રથમ પ્રેમ અને વાત લગ્ન સુધી પહોંચીસની એડલ્ટ ફિલ્મો તરફ જ્યારે પગલું ભરી ચૂકી હતી તો પાછા ફરવાનો તો કોઈ પ્રશ્ન જ નહતો. પ્લેબોયના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના મોટા અધિકારી મેટ એરિકસન તેમને પ્રોમોટ કરી રહ્યા હતા. સનીએ પ્રથમ પ્રેમ સાથે સગાઈ સુધી કરી લીધી. બંનેએ કેટલીક પોર્ન ફિલ્મો પણ સાથે કરી. તે સમયે સની માટે મેટ્સ જ જીવન હતો. તે જેવું ઈચ્છતો હતો સની તેવું જ કરતી હતી. જોકે બંનેની ઉંમરમાં ઘણું અંતર હતું. મેટ્સ પહેલાથી પરણેલ હતો, પરંતુ તેની તલાક થઈ ચૂકી હતી. સની તે સમયે ખુબ જ યુવા હતી.

પછી બધુ જ વેરવિખર થઈ ગયું
સની તે સમયમે મેટ્સના પ્રેમમાં એટલી બધી દિવાની હતી કે તેનાથી વધીને તેના માટે બીજું કઈ જ નહતું. એક દિવસ એવો પણ આવ્યો કે, જ્યારે બંનેએ લગ્નનો નિર્ણય લીધો. તે સની માટે જીવનનો સૌથી હેપ્પી દિવસ હતો. તે ખુબ જ ખુશ હતી. 2007માં બંનેએ સગાઈ થઈ ગઈ. પરંતુ ત્યાર બાદ કંઈક એવું થયું કે, તેમની અંદર ખટપટ શરૂ થઈ ગઈ. બંને વચ્ચે સંબંધ એટલા તો વણસી ગયા કે સનીને અલગ રસ્તો લેવાની ફર પડી. જોકે આ બધુ તેના માટે આઘાત આપનારૂ હતું. હવે સનીએ અનુભવ્યું કે, મેટ્સે તેનો ઉપયોગ કરીને તેનો ફાયદો ઉઠાવ્યો છે. કેટલાક વર્ષ પછી સની બિગ બોસ રિયલ્ટી શોમાં દાખલ થઈ ત્યારે મેટ્સે ફરીથી કંપની દ્વારા બનાવેલ સનીના વીડિયો બનાવીને ઓનલાઈન વેચ્યા અને ઘણી બધી કમાણી કરી.વિરાન જીવનમાં આવ્યો વધુ એક વ્યક્તિ

મેટ્સની જીંદગીમાંથી નિકળ્યા બાદ એકલી પડી ગયેલ સનીના જીવનમાં તે વ્યક્તિ આવ્યો, જે લાંબા સમયથી તેનો મિત્ર હતો. તે હતો રસેલ પીટર. જ્યારે તેને પહેલા પ્રેમથી ઝાટકા પછી રસેલનો સહારો મળ્યો તો તેને લાગ્યું કે, રસેલ ખરેખર તેને સમજે છે. હવે સનીના જીવનમાં પ્રેમનો વધુ એક ચેપટર શરૂ થયો. પરંતુ આ સંબંધ પણ વધારે દૂર જઈ શક્યો નહી અને થોડા જ સમયમાં આ સંબંધ પણ એક ઝગડા સાથે ખત્મ થઈ ગયો. પાછળથી સનીએ પોતાના પર બનેલી નેટફિલ્ક્સની ડોક્યુમેન્ટ્રી પર કહ્યું, જો તમે લાંબા સમય સુધી દોસ્ત છો તો સાથે રહેવાનું વિચારવા જ લાગો છો તેથી અમે રોમાન્સ કર્યો, આમ તો આ મારી જ ભૂલ હતી મને રસેલથી કોઈ જ ફરિયાદ નથી. અમે ખરાબ રીતે અલગ થયા પરંતુ એકબીજા વિરૂદ્ધ કંઈ જ ના બોલ્યા. હવે અમારા સંબંધ સામાન્ય છે.

સ્કૂલમાં પ્રથમ વખત બન્યા બતા અંતરંગ સંબંધ

સની પોતાના પર બનેલી ડોક્યુમેન્ટ્રીમાં જણાવે છે કે, જ્યારે તે શાળામાં હતી તો બિન્દાસ હતી. 16 વર્ષની ઉંમરમાં તેને પોતાના સ્કૂલના બાસ્કેટબોલ ખેલાડી સાથે પ્રેમ થઈ ગયો હતો. તે તેની શાળાનો સૌથી સારો ખેલાડી હતો. તેની સાથે તેના અંતરંગ સંબંધ બન્યા પરંતુ શાાળા છોડ્યા બાદ તે પ્રેમ પણ ગાયબ થઈ ગયો. જ્યારે સનીએ એડલ્ટ ફિલ્માં એન્ટ્રી કરી ત્યારે લોસ એન્જલસમાં રહેવાનું શરૂ કર્યું તો તેને એડલ્ટ ફિલ્મોની રાણી તરીકે ફેમસ થઈ હતી. જે દિવસોમાં સનીનો બીજો બ્રેકઅપ થયો ત્યારે તેમની માંનું દેહાંત થઈ ગયો. જેના કારણે સની અંદરથી ખુબ જ ખરાબ રીતે પડી ભાંગી હતી. ડોક્યુમેન્ટ્રીમાં તે જણાવે છે કે, તે દિવસોમાં તે ઘણા લાંબા સમય સુધી નિરાશાની સ્થિતિમાં ચાલી ગઈ હતી.

તેને પ્રપોઝ કર્યો અને સનીએ ફગાવ્યો

ત્યારે એક દિવસ લોસ એન્જલસમાં એક ઈવેન્ટમાં સનીનો સામનો ડેનિયલ વેબર સાથે થયો. જે પોતાની બેંડ પાર્ટી સાથે એક ઈવેન્ટમાં પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો. સની પોતાના દોસ્તો સાથે ત્યાં હતી. ડેનિયલે જ્યારે તેને જોઈ ત્યારે જોતો જ રહી ગયો. આ છોકરી તેના દિલમાં ઉતરી ગઈ હતી. ડેનિયલે તે સમયે જ તેને પ્રપોઝ કરી કરી દીધું, પરંતુ સનીએ એક ઝાટકે તેને ફગાવી દીધો. ડેનિયલને લઈને તેમના મગજમાં સારી ઈમ્પ્રેસન નહતી, તે સાથે તે પણ કહ્યું કે, ડેનિયલ વિશે ક્યારે મગજમાં પણ વાત લાવ્યા નહી તે તેમનો સારો દોસ્ત બની શકે છે. આ ચેપ્ટર અહી જ ખત્મ થઈ જવો જોઈએ પરંતુ એવું થયું ક્યાં...પ્રતિદિવસ ઘરે પહોંચવા લાગ્યા ગુલાબ

ડેનિયલે ખબર નહી ક્યાંથી તેનો મોબાઈલ નંબર અને એડ્રેસ શોધી લીધો. ત્યાર પછી તો પ્રતિદિવસે સનીના ઘરે ગુલાબના ગુલદસ્તા પહોંચવા લાગ્યા. સાથે મોબાઈલ પર એક જ વાત કે એક વખત તો તેમને મળો. ઈ-મેલથી પણ તે મેસેજ કરતો રહ્યો. સની તેના પ્રેમને ફગાવતી રહી પરંતુ ગુલાબ હરરોજ આવવાના શરૂ જ રહ્યાં. અંતે જ્યારે એક મહિના પ્રસાર થઈ ગયો પરંતુ આ સિલસિલો રોકાયો નહી અને સનીએ ડેનિયલને મળવાનો સમય આપ્યો.

તે જીવનની સૌથી રોમેન્ટીક ડેટ બની ગઈ

સની જાણી જોઈને મળવાની જગ્યા પર એટલી મોડી પહોંચી કે ડેનિયલ રાહ જોઈને ત્યાંથી ચાલ્યો જાય અને પછી બીજી વાર ક્યારેય મળવાની કોશિશ ના કરે. પરંતુ આવું ન થયું. તે બેસી રહ્યો. રાહ જોતો રહ્યો. સની જ્યારે આવી ત્યારે તેને કોઈ ફરિયાદ પણ ના કરી કે, આટલું મોડૂ... સની તો તેવું વિચારીને આવી હતી કે હવે આ ચેપ્ટર ખત્મ જ કરી દેશે પરંતુ થયું તેનું ઉલ્ટું. તે ડેટ એટલી શાનદાર અને રોમેન્ટીક રહી કે, સની આ વ્યક્તિ તરફ આકર્ષિત થઈ ગઈ. આ મિલન પાંચ કલાક સુધી ચાલતું રહ્યું. બંનેનો રોમાન્સ ત્રણ વર્ષ સુધી ચાલ્યો. ધીમે-ધીમે ડેનિયલે સનીના દિલમાં જગ્યા બનાવી જ લીધી.લગ્નને 11 વર્ષ
આ વચ્ચે બંનેએ મળીને કેટલીક એડલ્ટ ફિલ્મો પણ સાથે કરી. કેટલાક સમય પછી પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. તે પછી તેમને બીજા પણ કેટલાક બિઝનેસ સાથે શરૂ કર્યા. વર્ષ 2009માં તેમને લગ્ન કરી લીધા. લગ્ન શિખ અને યહૂદી બંને રિત રિવાજોથી થયા. બંનેના લગ્નના 11 વર્ષ થઈ ગયા છે. જ્યારે તેમના લગ્ન થયા હતા, તો મોટાભાગના લોકોને લાગતું હતું કે, આ લગ્ન લાંબા સમય ચાલશે નહી.

હવે મુંબઈમાં જીવન
જ્યારે સનીએ બિગબોસ પછી બોલીવૂડમાં ઈનિંગ શરૂ કરી તો આ સરળ નહતી. ડેનિયલ અમેરિકાથી મુંબઈ રહેવા માટે આવી ગયો. હવે સામાન્ય રીતે તે અહી જ રહે છે. તે દરેક સ્ક્રિપ્ટ પર ડેનિયલની મંજૂરી મળ્યા પછી જ હાં કહે છે. સની શાનદાર ડાન્સર છે. તે ઘણી બધી બ્રાન્ડસની એડ પણ કરે છે. વર્ષ 2017માં તેમને એક બેબી એડપ્ટ કરી. ત્યાર બાદ આ વર્ષે જ સરોગેસીથી તેમના જૂડવા બાળકો પણ થયા. સનીનું જીવનમાં હાલમાં મોજમાં ચાલી રહ્યું છે. ડેનિયલે સનીના જીવનને જન્નત બનાવી દીધું છે.

 
First published: June 11, 2018, 12:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading