પૈસા માટે બહેનની તસવીરો વેચતો હતો સની લિયોનનો ભાઇ

બહેનની તસવીરો વેચતો હતો સની લિયોનનો ભાઇ

આ વાતનો ખુલાસો સનીના ભાઇ સંદીપ વોહરાએ ફિલ્મ 'મોસ્ટલી સની'માં કર્યો

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: સની લિયોન અંગે લોકો લગભગ બધું જ જાણે છે. પછી તે બાળપણમાં સ્કૂલમાં પડેલી મુશ્કેલીઓ હોય કે એડલ્ટ ફિલ્મ્સમાં એન્ટ્રીની કહાણી, દરેક પાસા બધાની સામે છે. બધા જાણે છે કે, સની પોતાની મરજીથી એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તેની એન્ટ્રી હિટ રહી હતી. આની સાથે જ સની પર તો પૈસાનો વરસાદ થઇ રહ્યો હતો, પરંતુ તેની સાથે તેના ભાઇની પણ પોકેટ મનીનો ખર્ચ નીકળી જતો હતો.

  આ વાતનો ખુલાસો સનીના ભાઇ સંદીપ વોહરાએ ફિલ્મ 'મોસ્ટલી સની'માં કર્યો. સંદીપે જણાવ્યું કે, તેણે સનીના ઓટોગ્રાફથી ઘણા પૈસા કમાવ્યા. પોતાની આ તરકીબ વિશે સંદીપે જણાવ્યું કે, જ્યારે તે હોસ્ટેલમાં રહેતો હતો ત્યારે રૂમમાં સનીની સાઇન કરેલું પોસ્ટર લગાવતો હતો. જ્યારે કોઇ સનીનો ફેન રૂમમાં આવતો ત્યારે પોસ્ટર જોઇને ઇમ્પ્રેસ થઇ જતો. પછી તે આ પોસ્ટર માટે પૈસા ઓફર કરવા લાગતાં. એક પોસ્ટર ગયા પછી સંદીપ રૂમમાં આવો જ બીજો પોસ્ટર લગાવી દેતો.

  આ પણ વાંચો: મલાઇકા અરોરાએ શેર કર્યો જિમનો VIDEO, જોઇને નજર નહીં હટે

  ઉલ્લેખનીય છે કે, સની અને તેના ભાઇ સંદીપનું બોન્ડિંગ ખાસ છે. સનીએ તેનું નામ પણ ભાઇ પાસેથી જ લીધું છે. સનીના ભાઇ સંદીપના ઘરનું નામ સની હતું. જ્યારે તેણે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે તેને એક નવું નામ જોઇતું હતું. જ્યારે તેને નામ પૂછવામાં આવ્યું ત્યારે તેના મગજમાં સૌથી પહેલું નામ સની આવ્યું હતું. ત્યારથી જ કરનજીત કૌર 'સની' બની ગઇ. આ નામથી સની પોર્ન ઇન્ડ્સ્ટ્રી બાદ હવે બોલિવૂડમાં સફળ થઇ રહી છે.
  Published by:Azhar Patangwala
  First published: