Home /News /entertainment /Sunny Leone new house : સની લિયોને મુંબઈમાં ખરીદ્યું ડ્રીમ હાઉસ, કિંમત જાણીને તમે ચોંકી જશો
Sunny Leone new house : સની લિયોને મુંબઈમાં ખરીદ્યું ડ્રીમ હાઉસ, કિંમત જાણીને તમે ચોંકી જશો
સની લિયોને મુંબઇમાં નવું ઘર ખરીદ્યુ
સની લિયોન (sunny Leone) અને તેના પતિએ ગયા વર્ષે મુંબઈમાં નવું ઘર લીધું છે. મુંબઈના પોશ વિસ્તારમાં સની લિયોને ત્રણ બેડરૂમનું આલીશાન પેન્ટહાઉસ લીધું છે, જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.
સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે ગયા વર્ષે નવું ઘર લીધું છે. સની લિયોને કહ્યું, 'અમે અમારા બાળકોને યોગ્ય આધાર આપવા માગતા હતા.' બોલિવૂડમાં એક દાયકા પૂરો કરી ચૂકેલી સની લિયોની લાંબા સમયથી ભાડાના મકાનમાં રહેતી હતી. સની લિયોને મુંબઈમાં ત્રણ બેડરૂમનું ભવ્ય પેન્ટહાઉસ લીધું છે, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આ દિવસોમાં સની લિયોન સાઉથના કેટલાક પ્રોજેક્ટ્સમાં સતત વ્યસ્ત છે. મુંબઈમાં ઘર લેવાના નિર્ણય પર તેણે કહ્યું, 'અહીં ઘર લેવાનો અમારો નિર્ણય ભાવનાત્મક હતો. ભારત અમારુ પહેલું ઘર છે જ્યાં અમે મોટાભાગનો સમય પસાર કરીએ છીએ. અમારા ત્રણ બાળકો છે અને અમને લાગ્યું કે અમે એક એપાર્ટમેન્ટમાંથી બીજા એપાર્ટમેન્ટમાં સ્થળાંતર કરીને તેમને યોગ્ય આધાર આપી રહ્યા નથી. અમે અમારા બાળકોને એવી જગ્યા આપવા માગતા હતા જે તેઓને ગમે. જો તમે અમારા ઘરે આવશો, તો તમે જોશો કે તે અમેરિકન શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
સનીએ આગળ કહ્યું, 'હવે સમય આવી ગયો છે કે આપણે વસ્તુઓને કાયમી બનાવી દેવી જોઈએ. મારા બાળકો પણ આ સમય અને નવા ઘરનો ખૂબ આનંદ માણી રહ્યા છે કારણ કે તેમને તેમની બાઇક ચલાવવા અને બગીચામાં રમવા માટે પૂરતી જગ્યા મળી રહી છે. સ્વિમિંગ પૂલ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે જેના પર કામ ચાલી રહ્યું છે. આ એક ફૂલ સર્વિસ એપાર્ટમેન્ટ છે. આમાં મારે મારા બાળકોની ચિંતા કરવાની જરૂર નથી.
તમને જણાવી દઈએ કે સની લિયોન છેલ્લા 10 વર્ષથી ભારતમાં કામ કરી રહી છે. તેના પર તેણે કહ્યું, 'મારી આ યાત્રા સંપૂર્ણપણે બિનઆયોજિત રહી છે. ત્યારે હું બિગ બોસના ઘરમાં હતી અને આજે મુંબઈમાં ઘર ખરીદવા સુધીની સફર શાનદાર રહી છે. હું અને ડેનિયલ ઘણીવાર એવી વસ્તુઓ કરવા વિશે વાત કરીએ છીએ જે અમારે કરવાની જરૂર ન હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અમે મુંબઈમાં ઘર ખરીદીશું. મેં એક બાળકીને દત્તક લીધી છે અને બે જોડિયા બાળકોનો ઉછેર કરી રહી છું.
હું દરેક સપનાને સાકાર કરવા માંગુ છું
સની લિયોને પણ કહ્યું કે, 'હું ફિલ્મોમાં કામ કરી રહી છું. મારી પાસે મેકઅપ લાઇન અને કપડાંની લાઇન છે. એક ઓફિસ છે જેમાં ઘણા સારા લોકો કામ કરે છે. હવે હું માત્ર સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. હું મારા દરેક સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરું છું.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર