ખેડૂતો મામલે TROLL થયો સની દેઓલ, લોકોએ કહ્યું- 'સની 'ચડ્ઢા અને દામિની'ની બંનેની સાથે છે'

સની દેઓલ તેનાં નિવેદનમાં કહ્યું કે, તે સરકાર અને ખેડૂતો બંનેની સાથે છે.

સની દેઓલ (Sunny Deol)એ તેનાં નિવેદનમાં કહ્યું કે, તે સરકાર અને ખેડૂત (Farmers) બંનેની સાથે છે. એવામાં લોકોએ કહેવા લાગ્યા છે કે, તેની આ વાતથી સ્પષ્ટ નથી થઇ રહ્યું કે તે કોની તરફ છે. અને આ મુદ્દે જ તે ટ્રોલ થઇ રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભાજપનાં સાંસદ અને એક્ટર સની દેઓલ (Sunny Deol) રવિવારનાં ટ્વિટર પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ હતું. જેમાં લખ્યું હતું કે, કેન્દ્ર સરકાર હમેશાં ખેડૂતોનાં ભલાઇ અંગે વિચારે છે. પણ ટ્વિટર પર લોકોએ સની દેઓલને તેનાં જ નિવેદન પર ટ્રોલ (Sunny Deol Trolled) કરવાનું શરૂ કરી દીધુ હતું. ટ્રોલ કરવાનું કારણ પણ હતું કે તેને સરાક અને ખેડૂત બંનેનું સ્ટેન્ડ લીધું. વાંચો સની દેઓલની ટ્વિટ.  સની દેઓલ લખે છે કે, 'મારી આખી દુનિયાથી વિનંતી છે કે, આ ખેડૂતો અને અમારી સરકારનો મામલો છે તેમનાં વચ્ચે કોઇ ન આવે. કારણ કે બંને અંદરોઅંદર વાત કરીને તેનો ઉકેલ લાવશે. હું જાણું છું કે, ઘણાં લોકો તેનો ફાયદો ઉઠાવવાં ઇચ્છે છે અને તેઓ અડચણ નાંખી રહ્યાં છે. તે ખેડૂતો અંગે જરાં પણ વિચારતા નથી તેમનો પોતાનો જ કોઇ સ્વાર્થ હોય છે. દીપ સિદ્ધૂ જે ચૂંટણી વખતે મારી સાથે હતો, લાંબા સમયથી મારી સાથે નથી તે જે પણ કંઇ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે તે પોતાની ઇચ્છા અનુસાર કરી રહ્યાં છે. મારી તેમની કોઇ જ ગતિવિધિમાં કોઇ સંબંધ નથી. હું મારી પાર્ટી અને ખેડૂતોની સાથે છું. અને હમેશાં ખેડૂતોની સાથે રહીશ. અમારી સરાકર હમેશાં ખેડૂતોનાં ભલા અંગે વિચારે છે. અને મને વિશ્વાસ છે કે, સરકાર તેમની સાથે વાતચીત કરીને ચોક્કસ પરિણામ લાવશે. આ વાત પર લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. લોકોએ તેને ડિપ્લોમેટિક અને બે મોઢાવાળો કહેવાનું શરૂ કરી દીધુ છે. એટલું જ નહીં લોકોએ તેની સાથે જોડાયેલાં મિમ્સ પણ શેર કર્યા છે. એક યૂઝરે તો સની દેઓલે કહ્યું કે, 'હું ચડ્ઢા અને દામિનીની સાથે છું'  ઉલ્લેખનીય છે કે, પંજાબ અને હરિયાણાનાં હજારો ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની બોર્ડર પર છે. તે મારી માંગ પૂર્ણ કરવાં ઇચ્છે છે. તે ઇચ્છે છે કે, સરકાર ખેડૂતો સાથે જોડાયેલું બિલ પરત લે.
  Published by:Margi Pandya
  First published: